પોરબંદર

પોરબંદરના સેક્રેડ હાર્ટ કેથેલીક ચર્ચ ખાતે મધરાતે ઈશુ ના જન્મ ના વધામણા કરવામાં આવ્યા છે.અને ક્રિસમસ ની ઉજવણી નો પ્રારંભ કરાયો છે.આજે શનિવારે ક્રિસમસ ઈવ નિમિતે વિવિધ કાર્યક્રમ યોજાશે.

પોરબંદરના 100 વર્ષ જુના સેક્રેડ હાર્ટ કેથેલીક ચર્ચ ખાતે ક્રિસમસ ની ઉજવણી નો પ્રારંભ કરાયો છે.ક્રિસમસ નિમિતે ચર્ચ માં ડેકોરેશન અને રોશની નો શણગાર કરવામાં આવ્યો છે.ઉપરાંત ભગવાન ઈશુ નો જન્મ ગમાણ માં થયો હોવાથી ચર્ચ ના પટાંગણ માં ગમાણ અને ઝુંપડી બનાવી ડેકોરેશન કરવામાં આવ્યું છે.કોરોના ને પગલે ચર્ચ ખાતે મિડ નાઈટ એટલેકે 12 વાગ્યે સેલિબ્રેશન અને પ્રાંર્થના ને બદલે રાત્રે 9 વાગ્યે ઈશુ ભગવાનના જન્મને વધાવવા માટે શાંતિના સંદેશ સાથે સામુહિક પ્રાર્થના કરવામાં આવી હતી.જેમાં ક્રિશ્ચિયન પરિવારો જોડાયા હતા.આજે શનિવારે બપોરે 4 થી 9 વાગ્યા સુધી ક્રિસમસ ઇવ ની ઉજવણી થશે.જેમાં બાળકો શાંતાક્લોઝ બનશે,સાંસ્કૃતિક કાર્યક્રમો, ટેલેન્ટ શો યોજાશે. જેના માટે યુવા વર્ગ દ્વારા તૈયારીઓ હાથ ધરાઈ છે.રવિવારે 5 વાગ્યે પ્રાર્થના, ક્રિસમસ ટ્રી સેલિબ્રેશન યોજાશે.
કોરોના ગાઈડલાઈન્સ ના પાલન સાથે સમગ્ર ઉજવણી કરવામાં આવશે.ઉપરાંત ક્રિશ્ચિયન પરિવારો દ્વારા પોતાના ઘરે રોશનીનો શણગાર કરવામાં આવ્યો છે.અને ઘરની બહાર ક્રિસમસ ટ્રી ને શણગારવામાં આવ્યું છે.

જુઓ આ વિડીયો