પોરબંદર

પોરબંદર ના ભાવપરા ગામે ખાણો નું શુટિંગ કરવા બાબતે ત્રણ યુવાનો પર આઠ શખ્સો એ ઢોર માર મારી અપહરણ કર્યા બાદ બીજી વખત ખાણ વિસ્તાર માં પણ ઢોર માર માર્યા ની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.તો સામા પક્ષે ખાણ ના મહેતાજી એ પણ ત્રણેય યુવાનો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

પોરબંદરના ભાવપરા ગામે રહેતા સવદાસ કારાભાઈ ગોઢાણીયા(ઉવ ૨૩) નામના યુવાને નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તે પુંજા ઉર્ફે પ્રતાપ સવદાસ ગોઢાણીયા અને સુભાષ લખમણભાઈ ઓડેદરા નામના યુવાન સાથે દાડમા દાદાના મંદિરે બેઠો હતો.ત્યારે પોરબંદર ના બોખીરા વિસ્તારમાં રહેતો નારણ રબારી,રવિ રબારી તેમજ નારણના મેતાજી રાજા રબારી અને ભાવપરા ગામે રહેતા લાખા રબારી,રાજેશ સુકા રબારી,રાજેશ સવદાસ,મેરામણ ગીગા અને સંદિપ વિક્રમ ઓડેદરા સહિતના શખ્સો ત્યાં આવ્યા હતા.અને પથ્થરની ખાણોનું શૂટિંગ કરવા બાબતે બોલાચાલી કરી હતી.અને ત્યારબાદ તમામ શખ્સોએ મળી ત્રણેય યુવાનોને લોખંડના પાઈપ,લાકડી અને લોખંડની સાંકળ વડે ઢોર માર માર્યો હતો.

ત્યારબાદ આ શખ્સોએ ત્રણેય યુવાનોનું મોટર સાયકલમાં અપહરણ કરી હરસુખ નામના શખ્સની પથ્થરની ખાણ પર લઈ ગયા હતા.અને ત્યાં પણ ત્રણેય યુવાનોને ઢોર માર માર્યો હતો.જેથી ત્રણેય ને સારવાર અર્થે પોરબંદર ની ભાવસિંહજી હોસ્પીટલે ખસેડવામાં આવ્યા છે.પોલીસે અપહરણ અને રાયોટીંગ સહીત ની કલમો વડે ગુન્હો નોંધ્યો છે.તો સામા પક્ષે ભાવપરા ગામે વાડી વિસ્તાર માં રહેતા અને ખાણ માં મહેતાજી તરીકે કામ કરતા રાજેશ સવદાસભાઈ ઓડેદરા (ઉવ 33)એ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ ભાવપરા માં રહેતા સવદાસ કારાભાઇ ગોઢાણીયા, પુંજા સવદાસભાઈ ગોઢાણીયા,સુભાષ લખમણભાઈ ઓડેદરા નામના શખ્સોએ તેની ખાણે આવી ખાણ બંધ કરવાનું કહેતાં રાજેશે ખાણ બંધ કરવાની ના પાડતાં ત્રણેય શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા.અને જેમ ફાવે તેમ ગાળો બોલી રાજેશ સાથે ઝપાઝપી કરી તેને પછાડી દઈ શરીરે સામાન્ય મુંઢ ઈજા કરી હતી.અને સવદાસે છરી બતાવી જાન મારી નાખવાની ધમકી આપી હતી.પોલીસે આ અંગે પણ ગુન્હો નોંધી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.

જુઓ આ વિડીયો