પોરબંદર

સાવરકુંડલાના બાઢડા ગામ ખાતે બજરંગદળ યુવા શૌર્ય પ્રશિક્ષણ વર્ગ શરૂ થયો છે. જેમાં આઠ દિવસ સુધી વિવિધ પ્રકારની તાલીમ આપવામાં આવી રહી છે. જેમાં પોરબંદર વિહિપ બજરંગદળ ના કાર્યકર્તાઓ પણ જોડાયા છે.

આ વર્ષે બજરંગદળ દ્વારા યુવા શૌર્ય પ્રશિક્ષણ વર્ગનું આયોજન સાવરકુંડલાના બાઢડા ખાતે કરાયું છે.આ વર્ગ આઠ દિવસનો છે.જેમાં ભાગ લેવા માટે પોરબંદર વિહિપ –બજરંગ દળ ના કાર્યકરો પણ જોડાયા છે.આ વર્ગમાં જુડો કરાટે, લક્ષ્ય ભેદ,લાઠી દાવ,ઓબ્સ્ટીકલ,ધર્નુવિદ્યા,રમતો,યોગાસન,ધ્યાન અને સુર્યનમસ્કાર,ઘોડેસવારી,યષ્ટી જેવી શારીરીક તાલીમ આપવામાં આવે છે.તથા વર્તમાન સમયને ધ્યાનમાં રાખીને બૌધ્ધિક વિષયો જેવા કે ગૌરવશાળી ભારત, ઈસ્લામીક જેહાદી આંતકવાદ,વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગદળ કાર્ય પ્રસિધ્ધ, વિ.હિ.પ.ષષ્ઠી પુર્તી વર્ષ,અખંડ ભારત તથા હનુમાનજીનું તથા શિવાજીનું જીવન ચરિત્ર,ગીતસ્પર્ધા-દેશભકિત ગીત કાર્યક્રમ અને ચર્ચાસત્ર દરમ્યાન અનેક વિષયો પર ચર્ચા કરવામાં આવશે.

વર્ગમાં પ્રાંત, પ્રદેશ તથા કેન્દ્રીય પદાધિકારી દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે.આ પ્રશિક્ષણ વર્ગમાં વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતના અધ્યક્ષ ભરતભાઇ મોદી,પ્રાંત મંત્રી ભુપતભાઇ ગોવાણી અને બજરંગદળ સૌરાષ્ટ્ર પ્રાંતના સંયોજક રવિરાજસિંહ જાડેજા વગેરેનું નેતૃત્વ સાંપડ્યું છે.ત્યારે પોરબંદર ના યુવાનો ને પણ આ શિબિરમાં ઘણું શીખવા મળશે તેમ જણાવ્યું હતું.

જુઓ આ વિડીયો