પોરબંદર

પોરબંદર ના જુના બંદર ,અસ્માવતી ઘાટ ,ફિશરીઝ ટર્મિનલ સહિતના વિસ્તારો માં દેશી દારૂ નું ખુલ્લેઆમ વેચાણ થતું હોવાની રજૂઆત સામાજિક કાર્યકર દ્વારા કરાઈ છે.જે અંગે તેણે વિડીયો સહિતના પુરાવા પણ આપ્યા છે.
પોરબંદર ના સામાજિક કાર્યકર બાવન બાદરશાહી એ તંત્ર ને પુરાવા સાથે કરેલી રજૂઆત માં જણાવ્યું છે કે ગાંધીભુમી માં જુના બંદર,અસ્માવતી ઘાટ,ફિશરીઝ ટર્મિનલ સહિતના વિસ્તારો માં બેફામ દારૂનું વેચાણ થઇ રહ્યું છે.પોલીસ સબ સલામત ના ગાણા ગાઈ રહી છે.

જુના બંદર વિસ્તારમાં જૂની કસ્ટમ કચેરી સામે જ્યાં મરીન પોલીસની શીપ રાખવામાં આવી છે.ત્યાંથી ૫૦ મીટર દુર ફિશિંગ બોટો ની વચ્ચે ખુલ્લેઆમ દેશી દારૂનો ધંધો ચાલે છે.ઉપરાંત અસ્માવતી ઘાટ પાસે પણ પોલીસ ના કોઈ પણ ડર વગર દારૂ નું મોટેપાયે વેચાણ થાય છે.સમગ્ર વિસ્તાર માં દેશી દારૂની બદી વ્યાપક બની છે.દારૂના દુષણ ને કારણે અનેક લોકો બીમાર પડે છે.અને યુવાનો દારૂના ખપ્પરમા હોમાઈ રહ્યા છે.

૧૭-૧૮ વર્ષ ના યુવાનો અભ્યાસ કરવાના બદલે બાઈક પુરઝડપે ચલાવી દારૂ ની હેરાફેરી કરી રહ્યા છે.દારુ ના કારણે બહેનો નાની ઉંમરમાં વિધવા બની રહી છે.અનેક શ્રમિકો પોતાને થતી આવક માં થી અડધો ભાગ દારૂ પાછળ ખર્ચી નાખે છે.જેના લીધે બહેનો એ ન છુટકે ઘર ચલાવવા મજબુર થવું પડે છે.તો દારુ પી ને પતી દ્વારા પત્નીઓ ને મારકૂટ કરવાના બનાવ પણ વધ્યા છે.ત્યારે આ દારૂનું દુષણ ડામવાને બદલે કીર્તિમંદિર પોલીસ આવા ધંધાર્થીઓ પર મીઠી નજર રાખી રહી છે.ઠેર ઠેર ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યો છે.ત્યારે પ્રજાનો પોલીસ પરનો ભરોસો ધીરે ધીરે ઓછો થઈ રહ્યો છે.આથી કડક પગલા લેવા માંગ કરી છે.

જુઓ આ વિડીયો