પોરબંદર

પોરબંદરની એક યુવતીને અંધારામાં રાખીને અડવાણા ગામે રહેતા પરણીત શખ્શે લગ્ન કરી રોકડ અને દાગીના સહિતનું સ્ત્રી ધન ઓળવી જતા આ શખ્સ અને તેના પરિવારજનો સામે પોલીસ નોંધાઈ છે.

પોરબંદરના વાડી પ્લોટમાં રહેતા જાગૃતીબેન દેવશી મોઢવાડીયા(ઉવ ૩૦) નામની યુવતી એ નોંધાવેલ પોલીસ ફરીયાદ મુજબ મુળ કલ્યાણપુર નજીક ખીરસરા ગામે તથા હાલ અડવાણામાં રહેતા અને ખેતી કામ તથા ગોલ્ડ એન્ટરપ્રાઇસ એક્સપોર્ટ નો વ્યવસાય કરતા દેવશી નાગા મોઢવાડીયા નામના શખ્સે પોતે પરણીત તથા સંતાનનો પિતા હોવા ની વાત જાગૃતિ થી છુપાવી હતી.અને લગ્ન ની લાલચ આપી એક વર્ષથી શારીરીક સબંધ બાંધતો હતો.પોતે અપરણીત છે.અને લગ્ન કરવા માંગે છે.તેમ જણાવીને ૧૯/૮/૨૧ ના મૈત્રી કરાર કર્યા હતા.ત્યારબાદ તા.૨૦/૧૧/૨૦૨૧ ના આર્યસમાજમાં કાયદેસરના લગ્ન કર્યા હતા.

લગ્ન બાદ જાણવા મળ્યું હતું કે તેનો પતિ પરણીત હોવા છતા તેને અંધારામાં રાખીને લગ્ન કર્યા છે.અને તેને આગલા ઘર ના બે-ત્રણ સંતાનો પણ છે.આથી પતિને આ વાત જણાવતા ઉશ્કેરાઇ ગયો હતો.અને મારી નાખીશ તો લાશ પણ નહીં મળે’ તેમ કહીને ધમકાવતો પણ હતો.લગ્ન બાદ તેઓ બોખીરાના કે કે નગર માં મકાન ભાડે રાખીને રહેતા હતા. જયાં પતિના વિશ્વાસે રાખે સ્ત્રી ધનના દાગીના જેમાં સોનાની બે વીંટી, સોનાનો એક ચેઇન, બે બુટ્ટી, ચાંદીની કંઠી, ચાંદીના સાકરા, તથા એક લાખ પચાસ હજાર રોકડ લઇને તે તા ૨૮/૧૨/૨૧ ના રોજ જતો રહ્યો હતો.

તેનો પતી લંડનમાં રહેતી તેની ગર્લફ્રેન્ડ સાથે પણ વોટસએપમાં મેસેજ કરતો હતો.અને તે અંગે જો જાગૃતી બોલે તો તેને માર મારવામાં આવતો હતો.દેવશી કાર અને પાસપોર્ટ ધરાવે છે.તથા તેના સગા-સબંધીઓ લંડનમાં રહેતા હોવાથી ગમે ત્યાર વિદેશ ભાગી જાય તેવું જણાતું હોવાથી તેની સામે તાત્કાલિક પગલા ભરી પાસપોર્ટ જપ્ત કરવા પણ ફરિયાદ માં જણાવ્યું છે. પોલીસે પતી સહીત આઠ સામે પોલીસ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

જાગૃતિબેન નામની આ યુવતીએ જણાવ્યું હતું કે તેનો પતિ પરણીત છે.અને દાગીના લઈને ભાગી ગયો એ અંગે જે તે સમયે સ્થાનીક મહિલા પોલીસ સ્ટેશને જાણ કરી હતી,પરંતુ ત્યાંના મહીલા અધિકારીએ ગુન્હો નોંધવાને બદલે ‘ચોર કોટવાલ ને દંડે’ તે પ્રકારનું વર્તન કર્યું હતું.અને બગવદર,કમલાબાગ,ઉદ્યોગનગર પોલીસ મથકો એ ધક્કા ખવડાવ્યા હતા.અન્ય પોલીસ મથકો ખાતે જવા ખો આપી હતી.આથી તેના કેટલાક પુરાવાઓ સાથે તેણે જિલ્લા પોલીસ વડા સુધી રજુઆત કરી હતી.પરંતુ તેમ છતા ન્યાય નહીં મળતા અને ગુન્હો દાખલ નહીં થતા રેન્જ આઇ.જી. ને ફરીયાદ કરતા અંતે પોલીસ ફરીયાદ નોંધવાની મહિલા પોલીસ મથકને ફરજ પડી હતી.

જુઓ આ વિડીયો