પોરબંદર

દીવ ખાતે ચાલી રહેલા રામસેતુ ફિલ્મ ના શુટિંગ માં પોરબંદર ના કલાકારો ને પણ વિવિધ પાત્રો ભજવવાની તક મળી છે.નાના શહેરના યુવાનો ને ફિલ્મ માં તક મળતા ખુશી જોવા મળે છે.

તાજેતર માં દિવ ખાતે રામસેતુ ફિલ્મનું શૂટિંગ કરવામાં આવ્યું હતું જેમાં પોરબંદરના યુવા-યુવતીઓને પણ કામ કરવાની તક મળી હતી.પોરબંદરના સંસ્કૃતિ પર્ફોર્મિંગ આર્ટ ગ્રુપના યુવાઓએ રામસેતુ મૂવીમાં કામ કર્યું છે.જેમાં યુવાનોએ જુનિયર આર્ટિસ્ટ તરીકે,પોલીસ, એડવોકેટ, રિપોર્ટર તરીકે આ ફિલ્મમાં ભૂમિકા ભજવી હતી.સામાન્ય રીતે બૉલીવુડ સ્ટાર અક્ષયકુમારને સિનેમાના પડદે અથવા ટીવીમાં જોવાનો મોકો મળતો હોય છે.ત્યારે આ યુવાનોને અક્ષયકુમારને પ્રત્યક્ષ જોવાનો મોકો અને ફિલ્મમાં કામ કરવાનો મોકો મળતા તેઓએ ખુશી વ્યક્ત કરી હતી.

આ ગ્રુપ દ્વારા અગાઉ પણ અનેક સીરીયલ,વેબ સીરીઝ અને મ્યુઝીક આલ્બમ માં અભિનય,ગાયન,સંગીત આપવામાં આવ્યું છે.પોરબંદર અને આસપાસ માં અનેક રમણીય સ્થળો છે.જ્યાં ફિલ્મો અને સીરીયલ કે મ્યુઝીક આલ્બમ નું શુટિંગ સારી રીતે થઇ શકે જેથી આ ગ્રુપ દ્વારા આગામી સમય માં પોરબંદર ના વિવિધ સ્થળો જેવાકે બરડા ડુંગર,ચોપાટી અને માધવપુર બીચ ઉપરાંત શહેર ના અન્ય ઐતિહાસિક સ્થળો ,ઈમારતો ખાતે પણ શુટિંગ માટે ફિલ્મ,સીરીયલના દિગ્દર્શકો આવે તે માટે પ્રયાસો હાથ ધરવામાં આવશે.આમ પણ પોરબંદર માં ઉદ્યોગો ઓછા છે એટલે વિવિધ સીરીયલ ,ફિલ્મો અને આલ્બમ નું શુટિંગ થાય તો અનેક ને પ્રત્યક્ષ ઉપરાંત પરોક્ષ પણ રોજગારી મળશે

પોરબંદરમા ફિલ્મ ક્ષેત્રે અને ડાન્સમાં રસ ધરાવતા બાળકો અને યુવાનો માટે સંસ્કૃતિ પ્રફોર્મિંગ આર્ટ ગ્રુપ ઓફ પોરબંદર દ્વારા તક પુરી પાડવામાં આવશે તેવું પણ જણાવ્યું હતું.આ ગ્રુપના ફાઉન્ડર હરેશભાઈ મઢવી તથા પુનમબેન પોસ્તરીયાએ જણાવ્યું હતું કે પોરબંદરનું આ ગ્રુપ લોકનૃત્ય, ગરબા, ટિપ્પણી, રાસ સંસ્કૃતિ ને ટકાવી રાખવા પ્રયાસ કરે છે.અને દેશ વિદેશમાં જઈને આપણી સંસ્કૃતિને લોકનૃત્ય દ્વારા ઉજાગર કરે છે.ત્યારે આ ગ્રુપમાં જોડાવા ઇરછતા લોકોએ સંપર્ક કરવો તેવું પણ જણાવ્યું હતું.

જુઓ આ વિડીયો