પોરબંદર

રાજ્ય સરકાર દ્વારા 1 જુનથી સસ્તા અનાજની દુકાનેથી ગ્રાહકોને અનાજ વિતરણ શરૂ કરવાની જાહેરાત કરાઈ છે પરંતુ પોરબંદર માં હજુ આ અંગે દુકાનદારો માટે ઓનલાઇન પેમેન્ટ પ્રક્રિયા શરૂ થઇ ન હોવાથી દુકાનદારો અનાજ મેળવી શક્યા નથી જેથી લાભાર્થીઓ સસ્તા અનાજની દુકાને આવી ધક્કા ખાઈ રહયા છે.

રાજ્ય સરકાર દ્વારા સસ્તા અનાજની દુકાનેથી ૧ જુન થી જૂન મહિનાના રાહતદરના નિયમિત વિતરણ કરવાનું જાહેર કર્યું છે અને લાભાર્થીઓને મળવાપાત્ર ઘઉં, ચોખા, તુવેરદાળ, ખાંડ અને મીઠાના જથ્થાની વિગત પણ જાહેર કરી છે પરંતુ આયોજન વગર જ સરકારે આ જાહેરાત કરી દેતા પોરબંદર જિલ્લાના 160 સસ્તા અનાજ ના દુકાનદારોને હાલાકી ભોગવવી પડે છે.સસ્તા અનાજ એસોસિએશન ના પ્રમુખ રાજેશભાઈ ઠકરારે જણાવ્યું હતું કે જિલ્લામાં સસ્તા અનાજના 80 હજાર લાભાર્થીઓ છે. સરકાર એકી સાથે રાજ્યભરમાં વેબસાઇટ પર ઓનલાઇન ચલણ મૂકે છે જે ચલણ દુકાનદારો ભરે છે ત્યાર બાદ તેઓને અનાજનો જથ્થો ફાળવવામાં આવે છે પરંતુ હજુ સુધી ઓનલાઇન ચલણ ભરી પેમેન્ટ કરવાની પ્રક્રિયા શરૂ થઇ ન હોવાથી અનાજ મળ્યું નથી જેથી સસ્તા અનાજની દુકાને અનેક લાભાર્થીઓ એ અનાજ માટે ધક્કા ખાધા હતા.ચલણ ભર્યા બાદ પણ ચાર પાંચ દિવસે જથ્થો મળે છે ત્યારે લાભાર્થીઓ એ અનાજ માટે હજુ એક અઠવાડિયું રાહ જોવી પડશે તેવું જણાઈ રહ્યું છે.

જુઓ આ વિડીયો