ફાઈલ તસ્વીર

પોરબંદર

પોરબંદર માં અનેક લોકો એ કોરોના વેકસીન નો બીજો ડોઝ નથી લીધો.છતાં બીજો ડોઝ લઇ લીધાનું સર્ટી ઇસ્યુ થયા છે.જેથી આવા છબરડા થતા રોકવા પોરબંદર સહીત રાજ્યભર માં કોવિન પોર્ટલમાં નવું ફીચર એડ કરાયું છે.જેમાં બીજા ડોઝ માટે જન્મતારીખ મેચ કરવામાં આવશે.ઉપરાંત આધાર કાર્ડ પણ ફરજીયાત બનાવાયું છે.

પોરબંદરમાં ઘણા લોકો એ કોરોના વેક્સીન નો બીજો ડોઝ લીધો નથી.છતાં તેઓને બીજો ડોઝ લઇ લીધો હોવા અંગે ના સર્ટી ઇશ્યુ થયા છે.અગાઉ એક મૃત વૃદ્ધા ના નામે પણ બીજા ડોઝ નું સર્ટી ઈશ્યુ થઇ ગયું હતું.આવા છબરડા ન થાય તે માટે કોવીન પોર્ટલ માં નવું ફીચર એડ કરવામાં આવ્યું છે.આ અંગે માહિતી આપતા જિલ્લા આરોગ્ય અધિકારી કવિતાબેન દવેએ જણાવ્યું હતું કે આવા છબરડા નિવારવા કોવિન પોર્ટલ પર બે દિવસ પહેલા જ નવુ ફીચર મુકવામાં આવ્યું છે.જેમાં જન્મ તારીખ અને જન્મનું વર્ષ પૂછવામાં આવશે.જો એ મેચ થશે તો જ બીજો ડોઝ આપવામાં આવશે.

આ માહિતી સર્વરમા સેવ થયેલ હશે.ઉપરાંત બીજા ડોઝ માટે આધાર કાર્ડ પણ ફરજીયાત બનાવાયું છે.જેથી આધારકાર્ડ અને જન્મ વર્ષ ના આધારે નવા ફીચર મુજબ કામગીરી થશે.એટલે આવા છબરડા અટકાવી શકાય.વધુમાં એવું પણ જણાવ્યું હતું.જે લોકોએ વેકશીનનો બીજો ડોઝ નથી લીધો.છતાં બીજા ડોઝ લઈ લીધાનું સર્ટી ઇશ્યુ થયું છે.તેવા લોકોને વેકસીન નો બીજો ડોઝ મળી શકશે નહી.કારણકે તેની પોર્ટલ પર એન્ટ્રી થઇ ચુકી છે.આથી હવે જો સરકાર આ અંગે નિર્ણય લઇ ગાઈડલાઈન બનાવશે.તો તે લોકો ને બીજો ડોઝ મળી શકશે.પરંતુ હાલ તો જે લોકો એ વેકસીનનો બીજો લીધો ન હોવા છતાં બીજો ડોઝ લઈ લીધાનું સર્ટી ઇશ્યુ થયેલ છે.તેવા લોકો ને વેક્સીન નો બીજો ડોઝ મળી શકશે નહી.ઉલ્લેખનીય છે કે અનેક લોકો એ બીજો ડોઝ ન લીધો હોવા છતાં સર્ટી ઈશ્યુ થયા છે.જેથી આવા લોકોની મુશ્કેલીમા વધારો થયો છે.

જુઓ આ વિડીયો