પોરબંદર

કુતિયાણા થી સેગરસ જઈ રહેલી ખાનગી સ્કુલ બસ પસવારી નજીક ચાલકે સ્ટેરીંગ પર થી કાબુ ગુમાવતા રસ્તા ની નીચે ઉતરી ગઈ હતી.આથી પાછળ આવી રહેલ પૂર્વ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિતનાઓ એ તુરંત વિદ્યાર્થીઓ ને બસ માંથી બહાર કાઢી તેઓની પાટાપીંડી કરી હતી.

કુતિયાણા ની પરિશ્રમ શાળા ની બસ આજે બપોર ના સમયે ૩૦ વિદ્યાર્થીઓ સાથે સેગરસ ગામે જઈ રહી હતી.ત્યારે પસવારી જતા રસ્તા બસ ના ચાલકે એકાએક કોઈ કારણોસર સ્ટેરીંગ પર થી કાબુ ગુમાવતા બસ રસ્તા થી નીચે ઉતરી ગઈ હતી.બસ માં ૩૦ જેટલા વિદ્યાર્થીઓ સવાર હતા.જે બસ નીચે ઉતરી જતા ડરી ગયા હતા.તે સમયે ત્યાંથી પસાર થઇ રહેલા જીલ્લા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ નાથાભાઈ ઓડેદરા,મહિયારી ગામના કોંગી અગ્રણી કેશુભાઈ પરમાર વગેરે તુરંત બસમાં ચડી ગયા હતા.અને વિદ્યાર્થીઓ ને એક પછી એક નીચે ઉતાર્યા હતા.કેટલાક વિદ્યાર્થીઓ ને સામાન્ય ઈજાઓ થતા નાથાભાઈ સહિતનાઓ એ તેઓની સ્થળ પર જ પાટાપીંડી કરી હતી.જો કે મોડી સાંજ સુધી આ બનાવ અંગે પોલીસ ચોપડે કોઈ નોંધ થઇ ન હતી.

જુઓ આ વિડીયો