પોરબંદર

કુતિયાણા ના દેવડા ગામ પાસે મીણસાર નદી પર બની રહેલા પુલના નબળા કામ અંગે કોંગ્રેસ દ્વારા જીલ્લા પંચાયત કચેરી માં આવેલ પંચાયત માર્ગ અને મકાન વિભાગ ના કાર્યપાલક ઈજનેર ની ઓફીસ બહાર ધરણા અને સુત્રોચાર કરી આવેદન પાઠવ્યું છે.

કુતિયાણાના દેવડા ગામ નજીક આવેલ મીણસાર નદી પર પુલનું કામ કરવામાં આવી રહ્યું છે.બાંધકામમાં માટીવાળી રેતીનો ઉપયોગ થતો હોવાનું જાણવા મળતા પોરબંદર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નાથાભાઇ ઓડેદરા સહિતના કાર્યકરો સ્થળ પર દોડી ગયા હતા.અને નિરીક્ષણ કરી માટીવાળી રેતીનું સેમ્પલ લીધું હતું.અને જિલ્લા પંચાયતની માર્ગ અને મકાન વિભાગની કચેરી ના એન્જીનીયર ને નબળી કામગીરી અંગે ટેલિફોનિક જાણ કરી હતી.આથી માટીવાળી રેતીથી થતું બાંધકામ બંધ કરી સારી રેતીનો ઉપયોગ કરી કામગીરી શરુ કરાઈ હતી.

પરંતુ અગાઉ ત્રણ બીમ કોલમનું કામ માટીવાળી રેતીથી થયું હોવાથી આ ત્રણેય બીમ કોલમનું જૂનું કામ તોડી સારી ગુણવતાવાળું બાંધકામ થાય તેમજ આગળના બાંધકામમાં ગેરરીતિ ન થાય તેવી માંગ સાથે કોંગ્રેસના આગેવાનોએ પંચાયત માર્ગ અને મકાન વિભાગ ના કાર્યપાલક ઈજનેર ની ઓફીસ બહાર બેસી ધરણા અને સુત્રોચાર કર્યા હતા.અને અધિકારી ઉપસ્થિત ન હોવાથી ગ્રામ વિકાસ એજન્સી ના ડાયરેક્ટર ધાનાણીને આવેદન પાઠવી જણાવ્યું હતું કે બીમ કોલમ એ પાયો છે.અને પાયામાં નબળું કામ હોવાથી અકસ્માત સર્જાઈ શકે છે.જેથી આ નબળું કામ તોડવામાં નહિ આવે તો આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ આપી હતી.

જુઓ આ વિડીયો