પોરબંદર

પોરબંદરમાં ચિત્રકલા ક્ષેત્રે આગવું નામ ધરાવતી કિંજલ ઓડેદરાને મુંબઇ ખાતે સ્પંદન નેશનલ ટીચર્સ એવોર્ડ આર્ટ વિભાગમાં એનાયત કરવામાં આવ્યો હતો.દુરદર્શનના વેસ્ટ ઝોનના એડી. ડાયરેકટર જનરલ નિરજ અગ્રવાલ, શશાંક જોશી અને અનંત વિકાસ ના વરદ હસ્તે તેમની ચિત્રકલાની શ્રેષ્ઠ કામગીરી બદલ આ એવોર્ડ એનાયત થયો હતો.

પોરબંદર જિલ્લોના રાણાવાવ તાલુકા ના ઠોયાણા ગામ ના વતની માજી સરપંચ રામભાઈ ઓડેદરા ની પુત્રી કિંજલબેન ઓડેદરાનું કલા ક્ષેત્રે તારીખ 11-12-2021 ના રોજ મુંબઇ ખાતે હોટેલ તાજ માં સ્પંદન નેશનલ આર્ટ દ્વારા રાષ્ટ્રીય સ્તરે સન્માનિત કરવામાં આવેલ.ઘણા વર્ષો થી વતન થી દુર એવા કિંજલબેન અનેક એવોર્ડ મેળવી ચુક્યા છે.અને અનેક વાર કળા ક્ષેત્રે સન્માનિત કરવામાં આવ્યા છે.પરંતુ આ વખતે આ યુવતીને કલાના શિક્ષણ ક્ષેત્રે પણ સન્માનિત કરવામાં આવેલ છે.અમદાવાદ ખાતે કલા શિક્ષક તરીકે આઈ.ડી.પી સ્કૂલ ઘાટલોડિયા ખાતે કલા શિક્ષક તરીકે ફરજ બજાવે છે.

મુંબઇ ખાતે હોટેલ તાજ માં “સ્પંદન દ્વારા આયોજિત નેશનલ આર્ટ ટીચર એવોર્ડ 2021” માં આ યુવતી ને રાજ્યના એક માત્ર કલા શિક્ષક તરીકે નેશલ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવેલ છે.જેમાં મહેર જ્ઞાતિ,ગામ અને પોરબંદર ગર્વની લાગણી અનુભવી રહ્યા છે.કિંજલબેન સાથે આ વિષય પર વાત કરતા અમે આ એવોર્ડ મળવા પર એમની અનુભુતી જણાવવા કહેલ,કીંજલબેન ભાવવિભોર થતા, ઈશ્વર, પરિવાર , જ્ઞાતિજનો , આઈ,ડી.પી સ્કૂલ ઘાટલોડિયા ના તમામ ટ્રસ્ટી, શિક્ષક સભ્યો, પ્રિન્સીપાલ અને સ્પંદન સોસિયલ નો આભાર વ્યક્ત કર્યો હતો.

હાલ કીંજલબેન ભારત ના અલગ રાજ્યોમાં વ્યવસાય રૂપે તેમની કલા પ્રદર્શનના વ્યવસાય માં જોડાયેલા છે. તદુપરાતં કીંજલબેન જે શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે તે શાળા આઈ.ડી.પી કેમ્પસ ગુજરાત માં રાજ્યકક્ષા માં ક્લા ક્ષેત્રે બીજો ક્રમ ધરાવે છે.અને રાષ્ટ્રીયસ્તરે કલા ક્ષેત્રે 12 મુ સ્થાન ધરાવે છે.આ ઉપરાતં કીંજલબેન ક્લા ક્ષેત્રે નતનવીન અનેક   પ્રવૃત્તિ સાથે જોડાયેલ છે.અને ક્લાક્ષેત્રે નવયુવાન-યુવતીઓને પ્રોત્સાહન પરૂં પાડે છે.અને તેમના બનતા પ્રયત્નોથી થતી મદદ પણ કરેછે.

જુઓ આ વિડીયો