પોરબંદર

પોરબંદરનો યુવાન આર્મી માં ૨૪ વર્ષ ફરજ બજાવી રિટાયર્ડ થતા પોરબંદર રેલવે સ્ટેશન પર તેનું સ્વાગત કરાયું હતું.

પોરબંદરના છાયામાં રહેતા અશોકકુમાર સોમાભાઈ વારગિયાએ આર્મી માં રેન્ક હવાલદાર તરીકે 24 વર્ષ ફરજ બજાવી હતી.ફરજ દરમ્યાન તેઓએ સરહદ પર દેશની સેવા કરી રિટાયર્ડ થતા તેઓનું પોરબંદરના રેલવે સ્ટેશન પર એક્સ આર્મીમેનો તેમજ તેના પરિવારજનોએ ભવ્ય સ્વાગત કર્યું હતું.અશોકકુમારે જણાવ્યું હતું કે 24 વર્ષની આર્મીની ડ્યુટીમાં ખૂબ સારો અનુભવ થયો છે.1999 ની કારગીલ લડાઈ દરમ્યાન કારગીલ ની ટોચ પર પોતાની ફરજ બનાવી હતી.અને કારગીલ વિજય થતા ગર્વની લાગણી અનુભવી હતી.તેઓએ કારગીલ ઉપરાંત , દ્રાસ, બટાલી, શ્રીનગર, ઝાંસી,અંબાલા, મેરઠ ખાતે ડ્યુટી બજાવી હતી.

અશોકકુમારએ જણાવ્યું હતું કે યુવાનોએ આર્મીમાં ફરજ બજાવી દેશની સેવા કરવાનો મોકો ગુમાવવો જોઈએ નહીં. આર્મીમાં ગુજરાતીઓ ખૂબ ઓછા છે.મા ભોમની રક્ષા કરવાની તક મળે છે અને આર્મીમાં જોઈન થઈ ગર્વ લઈ શકાય.
રેલ્વે સ્ટેશન થી વાજતે ગાજતે ખુલ્લી જીપ માં તેના રહેણાંક વિસ્તાર છાયા સુધી લઇ જવાયા  હતા.ત્યાં પણ પણ અબીલગુલાલ ની છોળો અને ડીજે ના તાલે તેનું સ્વાગત કરાયું હતું.અને દેશભકિત ના ગીતો વડે અનોખો માહોલ રચાયો હતો.

જુઓ આ વિડીયો