પોરબંદર

પોરબંદર સિવિલ હોસ્પિટલ માં કાર્યરત ડાયાલીસીસ સેન્ટર જીલ્લાભર ના દર્દીઓ માટે આશીર્વાદ રૂપ છે.અહી નિયમિત ૩૮ દર્દીઓ નું ડાયાલીસીસ કરવામાં આવે છે.

વિશ્વ કિડની દિવસ દર વર્ષે માર્ચ મહિનાના બીજા ગુરૂવારે ઉજવવામાં આવે છે. આ વર્ષે આજે 10મી માર્ચના રોજ કિડની દિવસ છે.કીડની ખરાબ થાય ત્યારે દર્દીઓ ને નિયમિત ડાયાલીસીસ કરવું પડે છે.પોરબંદર માં અગાઉ આવા દર્દીઓને રાજકોટ કે અમદાવાદ સુધી ડાયાલીસીસ માટે અઠવાડિયા માં બબે વખત જવું પડતું હતું.પરંતુ સિવિલ હોસ્પિટલ ખાતે ૨૦૧૬ માં ડાયાલીસીસ સેન્ટરની શરૂઆત થતા દર્દીઓ ને રાહત મળી છે.

આ સેન્ટર ખાતે દર્દીઓ નિશૂલ્ક ડાયાલીસીસની સારવાર મેળવે છે.ડાયાલીસીસ વિભાગનાં ઇન્ચાર્જ ડો સિધાર્થ જાડેજા એ જણાવ્યું હતું કે ડાયાલીસીસનો એક દર્દી અઠવાડીયામાં બે વાર ડાયાલીસીસ માટે આવે છે.આ ડાયાલીસીસ વિભાગ ઠંડો રહે તે માટે ચાર એસી કાર્યરત રાખવામાં આવે છે.ડાયાલીસીસ વિભાગમાં દરરોજ ૧૪ થી ૧૫ દર્દીઓનું બ્લડ ફિલ્ટર કરવામાં આવે છે.આ બ્લડ ફિલ્ટર કરવા માટે જર્મન ટેકનોલોજીનાં અતિ આધુનિક ફેસીનેસ મેડીકલ કેર ૧૦ મશીનો ફાળવવામાં આવ્યા છે.એક દર્દીનું લોહી ફિલ્ટર થતા સરેરાશ ૪ કલાકનો સમય લાગે છે.જે નિષ્ણાત ટીમની સારવાર હેઠળ હોય છે.રાજકોટ અને જામનગરથી નેફ્રોલોજીસ્ટ મહિને બે વખત આ સેન્ટર ખાતે આવે છે.અહી 5 ટેક્નિશિયન, 1 નર્સિંગ સ્ટાફ ફરજ બજાવે છે.તથા રાજ્ય સરકાર દ્રારા દર્દીઓને આવવા-જવા માટે વાહનનાં ભાડા પેટે એક સારવાર દીઠ માં યોજના હેઠળ રૂ.૩૦૦ ચુકવવામાં આવે છે.

જુઓ આ વિડીયો