પોરબંદર

આગામી ૨૭ માર્ચ થી પોરબંદર થી મુંબઈ ની ફ્લાઈટ શરુ થશે.જે ફ્લાઈટ ની મુંબઈ થી ગોવા,પટના,બેંગ્લોર અને જબલપુર સુધી પણ કનેક્ટિવિટી આપવામાં આવી છે.જેથી શહેરીજનો માં ખુશી જોવા મળે છે.

કોરોના ની બીજી લહેર દરમ્યાન બંધ થયેલ પોરબંદર થી મુંબઈ ની ફ્લાઈટ આગામી ૨૭ માર્ચ થી શરુ થનાર છે.જે મુંબઈ થી પોરબંદર આવવા સવારે ૮:૦૫ વાગ્યે રવાના થશે.જે પોરબંદર ખાતે ૯:૩૦ કલાકે પહોંચશે.અને ત્યાર બાદ મુંબઈ જવા માટે સવારે ૯-૫૦ એ પ્રસ્થાન થશે જે ૧૧:૧૦ વાગ્યે મુંબઇ પહોંચશે.આ ફ્લાઈટ ને દેશ ના અન્ય મુખ્ય શહેરો સાથે પણ કનેક્ટિવિટી આપવામાં આવી છે.જેમાં પોરબંદરથી સવારે ૯-૫૦એ ઉપડતી આ ફલાઇટને કનેકટીવીટી અપાતા બેંગ્લોર ખાતે રાત્રે ૮:૩૫ કલાકે પહોંચશે.જયારે ગોવા સાંજે ૫:૦૫ મિનિટે પહોંચશે.પટના સાંજે ૫:૨૦ મિનિટે પહોંચશે.અને જબલપુર સાંજે ૬:૫૫ મિનિટે પહોંચશે.ગાંધીભુમી ની અન્ય મોટા શહેરો સાથેની વિમાની કનેકટીવીટી ઉપલબ્ધ થતાં શહેરીજનોમાં પણ ખુશી જોવા મળે છે.