Friday, March 29, 2024

|| तुम रक्षक काहू को डरना ||

રાણાવાવ માં મહિલા એ મકાન ભાડે રાખ્યા બાદ પચાવી પાડતા લેન્ડ ગ્રેબિંગ હેઠળ પોલીસ ફરિયાદ

પોરબંદર

રાણાવાવ માં મહિલા એ મકાન ભાડે રાખ્યા બાદ પચાવી પાડતા તેના વિરુદ્ધ મકાન માલિકે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ પોલીસ ફરિયાદ નોંધાવી છે.પોલીસે આરોપી મહિલા ની ધરપકડ કરી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.

રાણાવાવ ના વાડી પ્લોટ વિકાસ કોલોની ની બાજુ માં રહેતા ગીતાબેન મગનભાઈ વાઢેર (ઉવ ૬૨)નામની વૃદ્ધા એ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તેઓનું રાણાવાવના ગ્રીનસીટી-૨ માં આવેલ મકાન જેની અંદાજીત કીમત રૂા ૧૦,૫૦૦૦૦ છે.તે તેઓએ ૧-૯-૨૦૧૯ થી નેભાભાઇ ઓડેદરા ને માસિક ૩૦૦૦ રૂ ના ભાડા થી ૧૧ માસ ની મુદત માટે ભાડે આપ્યું હતું.જેમાં નેભાભાઇ તથા તેના પત્ની પુજાબેન ઉર્ફે પ્રફુલાબેન રહેતા હતા.પરંતુ તેઓ નિયમિત ભાડું આપતા ન હોવાથી મકાન ખાલી કરવાનું કહેતા નેભાભાઇ એ થોડા દિવસ માં મકાન ખાલી કરવા ખાતરી આપી હતી.

આમ ને આમ ૧૧ માસ પૂર્ણ થતા ગીતાબેને વધુ એક વાર નેભાભાઇ ને મકાન ખાલી કરવાનું કહેતા નેભાભાઇ એ એવું જણાવ્યું હતું કે પોતે પત્ની પુજાબેન સાથે રહેતા નથી.અને પોતે મકાન ખાલી કરી જતા રહ્યા છે.પરંતુ તેની પત્ની પુજાબેન મકાન ખાલી કરતા નથી.આથી ગીતાબેને પુજાબેન ને પણ મકાન ખાલી કરવા જણાવ્યું હતું.પરંતુ તેઓએ ખાલી કરવાના બદલે તેમાં પોતાનો થોડો સામાન રાખ્યો હતો.

અને આ રીતે તેઓની મીલ્કત પર ગેર કાયદેસર કબ્જો જમાવી મકાન પચાવી પાડ્યું હતું.આથી ગીતાબેને મકાન ખાલી કરી કબ્જો સોંપી આપવાનું કહેતા પુજબેને ગીતાબેન તથા તેના પરિવારજનો ને ગાળો કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આથી ગીતાબેને લેન્ડ ગ્રેબિંગ સમિતિ માં ફરિયાદ કરી હતી.જે કમિટી એ તેઓને એફ આઈ આર કરવા મંજુરી આપતા તેઓએ પુજાબેન ઉર્ફે પ્રફુલાબેન નેભાભાઇ ઓડેદરા સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી.પોલીસે તુરંત પુજાબેન ની ધરપકડ કરી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે