Friday, April 19, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર સ્ટેટ લાઇબ્રેરીની અગત્યની બેઠકમાં કારોબારી સભ્યોની પસંદગી સહિત મહત્વની ચર્ચાઓ થઈ

પોરબંદર

પોરબંદર સ્ટેટ લાઇબ્રેરીની અગત્યની બેઠકનું આયોજન સંપન્ન થયું હતું.પોરબંદર સ્ટેટ લાઇબ્રેરીની છેલ્લા બે વર્ષથી કોરોના સંક્રમણના કારણે કારોબારી સભ્યોની ચુંટણી પસંદગીની કાર્યવાહી રૂબરૂમાં થઇ શકતી ન હતી.તેથી મહિલા સભ્યોને કારોબારીમાં સ્થાન આપવા માટે પોરબંદરની જુદી જુદી જગ્યાએ પોતાની વિશિષ્ટ સેવા આપતી મહિલા અગ્રણી તેમજ વાચક વર્ગ સાથે સંકળાયેલા ડો. રંજનાબેન મજીઠીયા,પ્રો. સુલભાબેન દેવપુરકર,ડો. પ્રીતિબેન કોટેચા પ્રશ્નાણી તથા મોટીવેશનલ સ્પીકર રિધ્ધિબેન ગોકાણી માખેચાની એક વર્ષ માટે કારોબારી સભ્યો તરીકે નિયુક્તિ કરેલી હતી.

૨૦૨૧-૨૨નું વર્ષ પૂરું થતાં અગાઉ આગામી વર્ષ માટે બંધારણ મુજબ ૩ વર્ષ માટે કારોબારી સભ્યો તરીકે નિયુક્તિ કરેલી હતી.૨૦૨૧-૨૨નું વર્ષ પૂરું થતાં અગાઉ આગામી વર્ષ માટે બંધારણ મુજબ ૩ વર્ષ માટે કારોબારી સભ્યો તરીકે દુર્ગાબેન આર. લાદીવાલા,ડો. રંજનાબેન મજીઠીયા,પ્રો. સુલભાબેન દેવપુરકર,ડો. પ્રીતિબેન કોટેચા પ્રશ્નાણી,મોટીવેશનલ સ્પીકર રિધ્ધીબેન ગોકાણી માખેચાની નિયુક્તિ કરવામાં આવેલ હતી.જયારે બે વર્ષ માટેના કારોબારીના સભ્યો તરીકે સુમનસિંહ ગોહિલ,નટુભાઇ રાયચુરા,દીપકભાઇ કે. માખેચા,દુર્ગેશભાઇ બી. ઓઝા,દર્શિતભાઇ ગોસ્વામીની નિયુકિત કરવામાં આવેલી હતી.

જયારે એક વર્ષ માટેના કારોબારીના સભ્ય તરીકે દીપકભાઈ બી. લાખાણી,સુનિલભાઇ મોઢા,સત્યમભાઇ વોરા, ડેનીશભાઇ એચ. કારીયા,હીતેશભાઇ દતાણીની નિયુક્તિ કરવામાં આવેલી હતી.અને પોરબંદર છાંયા નગરપાલિકાના નિયુકત સભ્ય તરીકે સરજુભાઇ કારિયા-પ્રમુખ તેમજ કુલ ૧૬ કારોબારીના સભ્યોની નિયુકિત કરવામાં આવેલી હતી, જેમાંથી આગામી વર્ષ માટેના હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવતા પ્રમુખ તરીકે દીપકભાઇ બી. લાખાણી, ઉપપ્રમુખ તરીકે સુનિલભાઇ મોઢા,માનદ્ મંત્રી તરીકે સત્યમભાઈ વોરા અને ખજાનચી તરીકે ડેનીશભાઇ એચ. કારીયાની નિયુકિત સર્વાનુમતે કરવામાં આવેલ હતી.

ત્યારબાદ પ્રમુખ દ્વારા ગ્રંથાલયના વાચક સભ્યોના હીતાર્થે રીસેસ દરમ્યાન ગ્રંથાલય ખુલ્લુ રાખવા તથા આગામી બે માસમાં ગ્રંથાલયની દીવાલો જે દરીયાઇ ભેજના કારણે રીનોવેશન કરવાની જરૂરિયાત અને આવશ્યકતા હોય તેથી ગ્રંથાલયની તમામ બાજુની દીવાલો પર મોજેક લાદી ફીટ કરી ગ્રંથાલયને રક્ષણ કરવું.તેમજ સ્વચ્છતા અભિયાન અંતર્ગત ગ્રંથાલયમાં લેડીઝ તથા જેન્ટસ માટે અલગ અલગ ટોયલેટ બોકસ બનાવવા તથા પીવાના પાણી માટે પોરબંદર કોમર્શીયલ કો-ઓપરેટીવ લી.ના અનુદાનથી આપવામાં આવેલ વોટર કુલર માટે બોરીંગ કરવા.અને તે રીતે ગ્રંથાલયના વાચક સભ્યોને શુધ્ધ પીવાનું પાણી મળી શકે તે માટેની સુવિધાઓ આગામી બે માસમાં પૂર્ણ કરી લેવામાં આવશે.

અને તે અન્વયે પોરબંદર છાંચા નગરપાલિકા પાસેથી ધોરણસરની મંજૂરી પણ મેળવી લેવામાં આવેલ હોવાની માહિતી આપેલ હતી.તમામ કારોબારી સભ્યો દ્વારા સમગ્ર વર્ષ દરમ્યાન આપેલ સાથ અને સહકાર બદલ ઋણ સ્વીકાર કરી અને ગ્રંથાલયમાં લાઇફ મેમ્બરશીપમાં ચાલુ વર્ષે કુલ ૧૨ સભ્યોનો વધારો કરવામાં આવેલ છે.જયારે સામાન્ય સભ્યોમાં કુલ ૨૩૬ સભ્યોનો વધારો કરવામાં આવેલ છે.અને બાલ વિભાગમાં ૨૦ સભ્યોનો વધારો કરવામાં આવેલ છે.અને સરકારના અનુદાનથી એક લાખ પચાસ હજારના નવા પુસ્તકોની ખરીદી પણ કરવામાં આવેલ છે.

અને તે રીતે ગ્રંથાલયના કર્મચારીઓનો નાગરીક સુરક્ષા હેઠળ વીમો લેવામાં આવેલ છે.તેમજ ગ્રંથાલયના તમામ સ્ટાફ માટે આગામી વર્ષથી ડ્રેસ કોડ રાખવો તેમજ ગ્રંથાલયના મોનોગ્રામવાળી પીન બનાવી આપવામાં આવેલ છે.અને સંસ્થાના ગત વર્ષના હિસાબો ચાર્ટડ એકાઉન્ટન્ટ મીલીબેન જોશી દ્વારા નિર્ધારિત સમય મર્યાદામાં કોઇપણ જાતની ફીઝ લીધા વગર પોતાની માનદ્ સેવા આપેલ છે.અને તે રીતે ચાટર્ડ એકાઉન્ટન્ટ, નગરપાલિકાના પ્રમુખ તથા ચીફ ઓફીસર દ્વારા તેમજ ગ્રંથાલયના વાચક સભ્યો દ્વારા પણ સમગ્ર વર્ષ દરમ્યાન ખુબ જ સાથ અને સહકાર આપેલ છે.અને તે માટે સૌ પ્રત્યે આભારની લાગણી વ્યકત કરેલ હતી.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે