Friday, March 29, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર સિવિલ હોસ્પિટલ માં મહત્વ ની જગ્યાઓ ખાલી તાકીદે ભરવા માંગ:રાજકીય આગેવાનોની રજૂઆત બાદ માત્ર અપાય છે હૈયાધારણા

પોરબંદર

પોરબંદર જીલ્લા ની એક માત્ર સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં તબીબોની નિમણુંક માટે તાજેતર માં રાજકીય આગેવાનો દ્વારા સરકારને રજુઆત કરાઈ હતી પરંતુ પરંતુ રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા વધુ એક વખત માત્ર હૈયાધારણા જ આપવામાં આવી છે જેથી નક્કર કામગીરી કરી ડોકટરો ની ભરતી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

પોરબંદરના સામાજિક કાર્યકરો એ તંત્ર ને કરેલી રજૂઆત માં જણાવ્યું છે કે જિલ્લાભર ના દર્દીઓ ને સારવાર માટે મુખ્ય ગણાતી સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં મોટાભાગના તબીબોની જગ્યા વર્ષોથી ખાલી છે.જેના કારણે અહીં સારવાર લેવા આવતા દર્દીઓને મુશ્કેલી પડી રહી છે.અને નાણા ખર્ચીને ખાનગી હોસ્પિટલોમાં સારવાર લેવી પડી રહી છે.અથવા તો જામનગર અથવા રાજકોટ સારવાર લેવા જવું પડે છે.

સરકારી હોસ્પિટલને તબીબોની ઘટનું ગ્રહણ વર્ષોથી નડી રહ્યું છે.બન્ને મુખ્ય રાજકીય પક્ષોના આગેવાનોએ પણ આ મુદ્દે સરકારમાં અનેક વખત રજુઆતો કરી છે.પરંતુ નક્કર કોઇ પરિણામ મળતું નથી.તાજેતર માં પણ રાજકીય આગેવાનો દ્વારા આરોગ્ય વિભાગને હોસ્પિટલમાં સીડીએમઓ,આરએમઓ,ફિઝીશ્યન,જનરલ સર્જન,ગાયનેકોલોજિસ્ટ, માઇક્રોબાયોલોજીસ્ટ  અને ડેન્ટલ સર્જન વર્ગ-૧ની જગ્યા,સર્જન સહિતના તબીબની ઘટ છે તેવી રજુઆત કરાઈ છે.પરંતુ સરકાર દ્વારા વધુ એક વાર માત્ર હૈયાધારણા જ આપવામાં આવી છે.આથી માત્ર હૈયાધારણા નહીં.પરંતુ તાકીદે તબીબોની ભરતી કરવામાં આવે તેવું રજૂઆત માં જણાવ્યું છે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે