Tuesday, April 16, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર સાન્દીપનિ શ્રી હરિમંદિરના સોળમા પાટોત્સવમાં બીજા દિવસનો પ્રારંભ પ્રાતઃકાળે અખંડ નામ સંકીર્તનની પ્રભાત ફેરીથી કરાયો

પોરબંદર

સાંદીપનિ શ્રીહરિમંદિરના સોળમાં પાટોત્સવની પૂજ્ય ભાઇશ્રી રમેશભાઈ ઓઝાના સાંનિધ્યમાં ભક્તિભાવપૂર્ણ વાતાવરણમાં ઉજવણી થઈ રહી છે ત્યારે પાટોત્સવના બીજા દિવસનો પ્રારંભ પ્રાતઃકાળે અખંડ નામ સંકીર્તન પૂર્વક શ્રીહરિ મંદિરનિ પરિક્રમા પ્રભાતફેરીથી થયો હતો.

નારદભક્તિ સૂત્ર પર પ્રવચન
પૂજ્ય ભાઇશ્રીના શ્રીમુખે પ્રતિદિન બપોરના સત્રમાં નારદભક્તિ સૂત્ર પર પ્રવચન ચાલી રહ્યા છે. જેમાં નારદભક્તિ સૂત્રમાં આપેલા ૮૪ સૂત્રોના ભક્તિવિષયક વિચારની ચર્ચા કરવામાં આવે છે.
નારદભક્તિ સૂત્ર પર સાત્ત્વિક અને ભાવપૂર્ણ ચર્ચા કરતાં પૂજ્ય ભાઇશ્રી જણાવ્યુ કે નારદભક્તિ સૂત્ર આમ તો ફકત ૮૪ સૂત્રોનો સંગ્રહ છે. એવું કહેવાય છે કે ચોર્યાસી લાખ યોનિમાં ભટક્યા બાદ આપણને માનવ શરીર મળ્યું છે. હવે આપણી પાસે મોકો છે કે આ ચોર્યાસીના ફેરા છે તે સફળ બને. ભક્તિમાર્ગમાં આ ફેરામાંથી બહાર નીકળવાની વાત નથી. આપણે જ્યારે ભક્તિની વાત કરીએ ત્યારે મુક્તિ દ્વાર ખટખટાવતી રહી જાય છે. પરંતુ ભકત મુક્તિ માટે પોતાના દ્વાર ખોલતો નથી કારણકે ભક્ત ભક્તિરસમાં ડૂબ્યો રહેવા માંગે છે, તેને મુક્તિની કોઈ આકાંક્ષા નથી. પરંતુ આ ભક્તિ ફક્ત ચોર્યાસી લાખ યોનિમાં ભટકતી ન રહી જાય તે શ્રીહરિનિ પરિક્રમા બની જાય. આપણાં જીવનમાં ભક્તિ આવતા જ આપણું ભટકવું એ શ્રીહરિની પરિક્રમા બની જાય છે. આપણું બોલવું ભગવાનનું સ્તવન બની જાય છે અને ખાવું એ પ્રસાદ બની જાય છે. પ્રેમ આ રીતે દુનિયાને બદલી દે છે.

પૂજ્ય ભાઇશ્રીએ જણાવ્યુ કે પ્રાર્થનાનો અર્થ એવો નથી કે આપણે ભગવાનના માઇન્ડ ને ચેન્જ કરવું પ્રાર્થનાનો અર્થ છે સ્વયંને ચેન્જ કરવું. સ્વયંને ભગવાનને અનુરૂપ બનવું. એવી જ રીતે પ્રેમનો અર્થ સામેવાળાને બદલવું એવો નથી પરંતુ એના અનુસાર સ્વયંને બનાવી લેવો એવો થાય છે.
એવા પ્રેમની ચર્ચા ભક્તિમાર્ગના આચરી દેવર્ષિ નારદ દ્વારા નારદ ભક્તિસૂત્રમા કરવામાં આવી છે. ભક્તિ પંચમ પુરુષાર્થરૂપ છે અને ભક્તિ સાતમો અને સ્વતંત્ર પુરુષાર્થ છે. ભક્તિ મોક્ષથી પણ ઉપર છે અને ભક્તિમાર્ગના આચાર્ય છે દેવર્ષિ નારદ. નારદજી શ્રીમદ્ભાગવત અનુસાર ભગવાનના ચોવીસ અવતારોમાં એક અવતાર પણ માનવમાં આવે છે. નારદજી ભગવાનના પ્રિય ભક્ત છે. નારદ ભક્તિસૂત્ર એ સંસ્કૃતનો એક સૂત્રગ્રંથ છે જેમાં ભક્તિમાર્ગના આચાર્ય નારદજીની વાણીમાં ભક્તિનિ વિશદ ચર્ચા કરવામાં આવી છે.
આ ભક્તિમય પ્રવચનોનો સાંદીપનિના વિવિધ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર, સત્સંગ ચેનલ પર, પોરબંદરના આસપાસના વિસ્તારમાં GTPL ચેનલ પર અને યૂ ટ્યૂબ તેમજ zoom ના માધ્યમથી મોટી સંખ્યામાં લોકો લાભ લઈ રહ્યા છે.
ભાગવત ચિંતન શિબિર
ભાગવત ચિંતન શિબિરના આજના બીજા દિવસે સવારના સત્રમાં ઋષિકુમાર કર્દમ ભોગયતાએ “વેણુ,રેણુ અને ધેનુ” વિષય પર, ઋષિ પ્રહલાદભાઈ ભોગાયતા એ “પુષ્ટિધર્મ” પર, વર્તંતું સંસ્કૃત મહાવિદ્યાલય સોલાના અધ્યાપક ડો.યોગેશભાઈ પંડયાએ “યમલાર્જુન સ્તુતિ” અને પ્રો.ડો.રક્ષાબેન દવે એ “મૂલ્ય ચિંતન” વિષય પર અને બપોર પછીના સત્રમાં કથાકાર ઋષિ યજ્ઞેશભાઈ ઓઝાએ “નામ સંકીર્તન મહિમા” આ વિષય પર મનનીય પ્રવચનો પ્રસ્તુત કર્યા. સાંજે શ્રીહરિ મંદિરમાં દિવ્ય શૃંગારની ઝંખીના દર્શનનો ઘણા લોકોએ લાભ લીધો હતો.
આવતીકાલે અન્નકૂટ દર્શન
આવતીકાલે તા.૦૫/૦૨/૨૦૨૨ના રોજ શ્રીહરિમંદિરના સોળમાં પાટોત્સવ અંતર્ગત વસંતપંચમીના પાવન દિવસે શ્રીહરિભગવાન ને અન્નકૂટનો ભોગ સમર્પિત કરવામાં આવશે. સૌ ભાવિકો સવારે ૧૦:૦૦ થી સાંજે ૮:૦૦ સુધી અન્નકૂટના દર્શનનો લ્હાવો લઈ શકશે અને મધ્યાહનમાં પૂજ્ય ભાઇશ્રીના કરકમલો દ્વારા અન્નકૂટ આરતી થશે જેનું લાઈવ ટેલિકાસ્ટ sandipani.tv યુ ટ્યૂબ ચેનલ પર થશે.

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે