Thursday, March 28, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર માં મિત્ર સાથે થતી માથાકૂટ માં વચ્ચે પડતા યુવાન નું બાઈક સળગાવ્યું:ત્રણ શખ્સો સામે પોલીસ ફરિયાદ

પોરબંદર

પોરબંદર માં યુવાને મિત્ર સાથે ત્રણ શખ્સો દ્વારા થતી માથાકૂટ માં વચ્ચે પડતા ત્રણેય શખ્સો એ યુવાન નું બાઈક સળગાવ્યા ની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

પોરબંદર ના કમલાબાગ પાછળ આવેલ પંચવટી સોસાયટી માં રહેતા પાર્થિવ જયેશભાઈ થાનકી (ઉવ ૧૭)નામના કિશોરે નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તે ગઈ કાલે રાત્રે તેના મિત્ર દીપક વિક્રમભાઈ બાપોદરા ની તબિયત ખરાબ હોવાથી તેના ઘરે ગયો હતો.અને ત્યાં જ સુઈ ગયો હતો દરમ્યાન મોડી રાત્રે ચારેક વાગ્યે તેનો જુનો મિત્ર સાગર પરબત બોખીરીયા,વિકાસ ઉર્ફે વીકી ચાવડા તથા ભરત વાઢેર દીપક ના ઘરે આવ્યા હતા.અને દીપક સાથે માથાકૂટ કરતા હતા. આથી પાર્થિવે તેઓને માથાકૂટ ન કરવા સમજાવતા ત્રણેય શખ્શો ઉશ્કેરાઈ ગયા હતા.અને સાગરે તેને થપ્પડ મારી હતી તથા ત્રણેય શખ્સો એ તેની સાથે ઝપાઝપી કરી જાન થી મારી નાખવાની ધમકી આપી હતી.ત્યાર બાદ સાગરે તેનું બાઈક છાયામાં આવેલ રિલાયન્સ ફુવારા પાસે લઇ ગયો હતો.અને ત્યાં સળગાવી નાખી રૂ દસેક હજાર ની નુકશાની કરી હતી.પોલીસે ત્રણેય શખ્સો સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે