Friday, March 29, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર માં પારિવારિક શાંતિ અભિયાન ના શતાબ્દી સેવકો નું થયું અભિવાદન

પોરબંદર

પ્રમુખ સ્વામી મહારાજ ના શતાબ્દી મહોત્સવ અનુસંધાને પોરબંદર માં પારિવારિક શાંતિ અભિયાન ના શતાબ્દી સેવકો નું સન્માન કરાયું હતું.

પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ અનુસંધાને પોરબંદરમાં ‘પારિવારિક શાંતિ અભિયાન” ના શતાબ્દી સેવકોનો અભિવાદન સમારોહ યોજાયો હતો. બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ આ પૃથ્વી પર વિચરણ કર્યું. તે સમયે તેઓ કહેતા કે, ‘બીજાના ભલામાં આપણું ભલું, બીજાના સુખમાં આપણું સુખ’ આ માત્ર તેઓ બોલ્યા નહોતાં. તેમણે ૧૭૦૦૦ થી વધુ ગામડાં, નગરોમાં જીવનભર ઘુમ્યા, મુશ્કેલીઓમાં સાથ અને માર્ગદર્શન આપ્યા. આવા તો અગણિત કાર્યો જીવના ઉત્કર્ષ માટે પણ અત્યારે આ કાર્ય અને તેમનું ગમતું કાર્ય સિધ્ધ કરવા પારિવારિક શાંતિ અભિયાન યોજાઈ રહ્યું છે જેમાં બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામીનો શતાબ્દી મહોત્સવ ડીસેમ્બર ૨૦૨૨ અમદાવાદમાં ૧ મહિનો કાર્યક્રમ યોજાશે. તેમાં વિશ્વમાંથી હરીભકતો આવશે. તેમાં અંજલી સ્વરૂપે આ કાર્ય · પારિવારિક શાંતિ અભિયાન શરૂ થયું છે. જેમાં ૧ માર્ચ – ૧૫ દિવસ -૨૦૨૦ કોરોના લોકડાઉન તથા ૧ ફેબ્રુઆરી થી એપ્રિલ ૨૦૨૨ સુધી કુલ ૩ માસ દરમિયાન આ અભિયાન યોજાયું હતું.

‘આ પારિવારિક શાંતિ અભિયાનનો મુખ્ય ઉદેશ ઘરમાં, કુટુંબમાં, પરિવારમાં શાંતિ’ રહે તેવો હતો.અને તે માટે દર રવિવારે સવારે ટીફીન લઇ ૪-૪ ટુકડીમાં ભાઈઓ અને બહેનો યુનિફોર્મ પહેરી નીકળી જતા.જે ગામડામાં જાય તેમાં ૨૦ ઘર માં જઇને પ્રમુખ સ્વામી મહારાજનો વિડીયો બતાવીને તેમનો સંદેશો આપવાનો હતો. એક ઘરમાં ૨૦ મિનિટ થાય, સાંજે પાછું આવવાનું. જયાં સુધી એ ગામડાના ઘરોનો સંપર્ક થઇ જાય પછી બીજું ગામડું લેવાનું એ પ્રકારે પોરબંદર જીલ્લાના હરીભકતોએ આ આયોજન સંપન્ન કર્યું હતું. જેમાં પુરૂષો દ્વારા કુલ શતાબ્દી સેવકો ૧૦૪ અને મહિલાઓ ૧૨૨ સહિત કુલ ૨૨૬ સંપર્ક રહ્યા હતા. પુરૂષોએ ૫૧ અને મહિલાઓએ ૫૩ સહિત ૧૦૪ ગામોનો સંપર્ક કર્યો હતો. પુરૂષો દ્વારા ૨૯૨૦ ઘર અને મહિલાઓ દ્વારા ૫૬૧૪ ઘર મળી કુલ ૮૫૩૪ ઘરનો સંપર્ક સાધવામાં આવ્યો હતો, જે દરમિયાન પુરૂષોએ ૮૭૯ અને મહિલાઓને ૮૦૨ સહિત ૧૬૮૧ ઘરસભા યોજી હતી. પુરૂષો દ્વારા ૨૨૭૨ અને મહિલાઓ દ્વારા ૫૨૫૯ સમૂહ ભોજન સહિત કુલ ૭૫૩૧ સમૂહ ભોજન અને પુરૂષો દ્વારા ૧૨૭૫ સમૂહ આરતી તથા મહિલાઓ દ્વારા ૧૨૩૦ સમૂહ આરતી સહિત કુલ ૩૫૦૫ સમૂહ આરતીઓ યોજવામાં આવી હતી.

‘બીજાના ભલામાં આપણું ભલું, બીજાના સુખમાં આપણું સુખ’ આ જીવનમંત્ર હતો. પરબ્રહ્મ ભગવાન સ્વામીનારાયણ પાંચમા અનુગામી બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજનો નિઃસ્વાર્થભાવે લોકસેવામાં આખું સમર્પિત કરનાર આ વિરલ સંતવિભૂતિએ અસંખ્ય લોકોને સાચો રાહ ચીંધીને સુખી અને સ્વસ્થ સમાજ,પરિવાર, જીવનની એક અનોખી કેડી રચી છે. સમગ્ર વિશ્વને પોતાનો પરિવાર સમજનાર પ્રમુખસ્વામી મહારાજે પોતાના ૫ વર્ષના જીવનકાળ દરમ્યાન સતત વિચરણ કરીને દેશ વિદેશના અનેક પરિવારોને તુટતા બચાવ્યા હતા. પરિવારોને સુગ્રથિત કર્યા હતા.

તેઓના અનેક શાસ્વત કાર્યો પૈકીનું એક મહાન કાર્ય એટલે પારિવારિક શાંતિ અભિયાન. લાખો ઘરોમાં રૂબરૂ જઇને, લાખો પરિવારોને રૂબરૂ મળીને તેમણે પારિવારિક શાંતિના જે અમૃત પાયા હતા. તેની આજે મધુર ફળશ્રુતિઓ એ અસંખ્ય લોકો માણી છે.અને આભારની લાગણી સાથે તેઓનું મનોમન સ્મરણ કરી રહ્યા છે. પ્રમુખસ્વામી મહારાજે પાયેલા એ પારિવારિક શાંતિના અમૃતને, તેઓના શતાબ્દી પર્વે બીજા અસંખ્ય પરિવારોમાં વિસ્તારવા માટે, તેઓના આધ્યાત્મિક અનુગામી મહંત સ્વામી મહાજરાજે પ્રેરણા આપી, જેના પરિણામે તાજેતરમાં ભારત અને વિદેશોમાં પણ બી.એ.પી.એસ. સ્વામીનારાયણ સંસ્થા દ્વારા એક અનોખું પારિવારિક શાંતિ અભિયાન યોજાઈ ગયું.

પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવના ઉપક્રમે વિરાટ પાયા પર આ જનસંપર્ક કરવાનું નકકી થયું. ૨૦૧૯ના શરદપૂર્ણિમાના પર્વે ગોંડલ ખાતે યોજાયેલ સંસ્થાની સંયોજન સમિતિમાં આ અભિયાન અંગે વિશદ ચર્ચા-વિચારણા થઇ. પરમ પુજય મહંત સ્વામી મહારાજે આ અભિયાનનું નામાભિધાન કર્યું. પારિવારિક શાંતિ અભિયાન પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવના ઉપક્રમે આ અભિયાન હોવાથી આ સેવામાં જોડાનાર પુરૂષ – મહિલા હરીભકતોને શતાબ્દી સેવકની ઓળખ આપવામાં આવી. સંપર્ક દરમ્યાન સૌ કોઈ તેમને પ્રથમ નજરે ઓળખી શકે તે માટે ઓળખપત્ર વગેરે તૈયાર કરવામાં આવ્યા. સ્ત્રી-પુરૂષ શતાબ્દી સેવકો પારિવારિક શાંતિનો સંદેશ લઇને ઘરોઘર ઘુમવાના હતા.એટલે તેમનો ગણવેશ પણ એવો સૌમ્ય નકકી કરવામાં આવ્યો. સંપર્ક દરમિયાન દરેક ઘરે આપવામાં આવનાર સાહિત્ય, પારિવારિક શાંતિના પ્રમુખસ્વામી મહારાજનાં પ્રેરણાસૂત્રોને આલેખતું આકર્ષક પોસ્ટર, પોકેટ કેલેન્ડર, પધરામણીની મૂર્તિ, સાહિત્ય રાખવા માટે શતાબ્દી બેગ તથા કાપડની હેન્ડ બેગ વગેરે સામગ્રીથી પણ તેમને સજ્જ કરવામાં આવ્યા હતા.

પોરબંદર સહિત દેશભરમાં આ વિરાટ અભિયાન દરમિયાન દરેક શતાબ્દી સેવકે સરેરાશ ૧૦૦થી વધુ કલાકનો સમય પારિવારિક સંપર્કમાં વિતાવ્યો. પરિણામે તમામ શતાબ્દી સેવકોએ કુલ ૭૨,૦૦,૦૦૦ થી વધુ માનવ કલાકોનું સમયદાન કરીને એક ઉમદા સેવાકાર્યનું ઉદાહરણ પૂરું પાડયું. તેના ફળ સ્વરૂપે અસંખ્ય પરિવારોમાં પારિવારિક એકતાનો મંત્ર ઘુંટાયો અને ૪,૨૪,૬૯૬ પરિવારોએ ઘરસભા કરવાનો સંકલ્પ કર્યો. ૧૦,૨૮,૫૬૦ પરિવારોએ ઘરમાં સમૂહ આરતી પ્રાર્થના કરવાનો સંકલ્પ કર્યો હતો.

પોરબંદરના ખીજડી પ્લોટ સામે આવેલા બી.એ.પી.એસ. સ્વામીનારાયણ મંદિરે પારિવારિક શાંતિ અભિયાનના શતાબ્દી સેવકોનો સન્માન સમારોહ પુજય કલ્યાણમૂર્તિ સ્વામી અને સેવાનંદ સ્વામીની ઉપસ્થિતિમાં યોજાયો હતો. જેમાં સૌ હરીભકતોને બિરદાવાયા હતા.

આ પારિવારિક શાંતિ અભિયાનમાં કુલ ૭૨૮૦૬ પુરૂષ-મહિલા શતાબ્દી સેવકો સેવામાં જોડાયા હતા. ભારતના કુલ ૧૭ રાજયોનાં કુલ ૧૦૦૧૨ જેટલા શહેર ગામડાઓમાં પરિભ્રમણ કરીને સંદેશ પ્રસારિત કરવામાં આવ્યો. કુલ ૨૪,૦૦,૦૫૨ જેટલા પરિવારોમાં જઇને કુલ ૬૦,૫૭,૬૩૫ વ્યક્તિઓને પારિવારિક શાંતિની પ્રેરણા આપવામાં આવી હતી.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે