Thursday, March 28, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર ની ગોસા ચેકપોસ્ટ પાસે જીપ અને કાર વચ્ચે અકસ્માત માં ૧૩ ને ઈજા:અમદાવાદ અને વેરાવળ નો પરિવાર બન્યા ઈજાગ્રસ્ત

પોરબંદર

પોરબંદર ની ગોસા ચેકપોસ્ટ પાસે તુફાન જીપ અને કાર વચ્ચે વહેલી સવારે અકસ્માત સર્જાતા બન્ને વાહનો માં સવાર અમદાવાદ અને વેરાવળ ના પરિવારના ૧૩ લોકો ને ઈજા થતા તમામ ને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

અમદાવાદ રહેતા દીપકભાઈ પ્રહલાદભાઈ રાવલ(ઉવ ૪૦)નો પરિવાર તુફાન જીપ માં સૌરાષ્ટ્ર ના પ્રવાસે આવ્યો હતો. અને દ્વારકાથી સોમનાથ દર્શન કરવા જતો હતો.ત્યારે વહેલી સવારે ચાર વાગ્યે પોરબંદર સોમનાથ હાઇવે પર આવેલ ગોસા ચેકપોસ્ટ નજીક સામે થી આવી રહેલી કાર સાથે તેની જીપનો અકસ્માત સર્જાયો હતો.અકસ્માત ના કારણે ચેકપોસ્ટ નું ડીવાઈડર પણ તૂટી ગયું હતું.

અકસ્માત સર્જાતા વાહનો માં રહેલા ૧૩ લોકો ને ઈજાઓ થતા પોલીસે મદદ કરી તમામ ઈંજાગ્રસ્તોને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા.જેમાં દીપકભાઈ ઉપરાંત તેમના પત્ની રૂપલબેન (ઉવ ૩૫) પ્રિન્સ વિજયભાઈ રાવલ (ઉવ ૯), વિજય અમૃતભાઈ રાવલ (ઉવ ૩૦), પાટણના ધર્મેશ ગણેશ રાવલ (ઉવ ૩૨),ખેરાલુના દેવીકાબેન જશુભાઈ રાવલ (ઉવ ૪૨), ચાણસ્મા ગામનો દક્ષ ધર્મેશ રાવલ (ઉવ ૮) , ગૌરી ધર્મેશ રાવલ(ઉવ ૨૮) વગેરે તેમજ કાર માં રહેલ વેરાવળના પાટણ ગામે રહેતા ગૌતમ રામજી ફોફંડી (ઉવ ૨૬) , પ્રકાશ રામજી ફોફંડી(ઉવ ૩૪), હરેશ માવજી કુહાડા(ઉવ ૩૧), રાજુ ચીમન આગિયા(ઉવ ૩૫) અને કલ્પેશ હરિભાઈ પરમાર (૩૧)નો સમાવેશ થાય છે.કાર માં રહેલો પરિવાર વેરાવળ થી પોરબંદર તરફ આવી રહ્યો હોવાનું જાણવા મળે છે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે