પોરબંદર
પોરબંદર ના દિવ્યાંગ ખેલાડી એ રાજ્યકક્ષા ની ખેલમહાકુંભ સ્પર્ધા માં વ્હીલચેર હર્ડલ રેસ માં ગોલ્ડ મેડલ મેળવ્યો છે.
નડિયાદ ખાતે રાજ્યકક્ષા ના સ્પેશ્યલ ખેલ મહાકુંભ નું આયોજન કરાયું છે જેમાં પોરબંદર ના દિવ્યાંગ ક્રિકેટર ભીમાભાઇ ખુંટી એ જીલ્લા કક્ષા એ પ્રથમ આવી ભાગ લીધો હતો.જેમાં વ્હીલચેર હર્ડલ રેસ માં તેઓએ માત્ર ૧૫ સેકન્ડ માં રેસ પૂર્ણ કરી પ્રથમ નંબરે આવી ગોલ્ડ મેડલ મેળવ્યો છે.અગાઉ પણ તેઓએ ગોળા ફેંક,ચક્ર ફેંક,ભાલા ફેંક સહીત ની રમતો માં પણ સારું પ્રદર્શન કરી ઇનામો મેળવ્યા છે.બન્ને પગે દિવ્યાંગ હોવા છતાં અનેક રમતો માં અવ્વલ નંબર મેળવી તેઓ સૌ કોઈ માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છે.