Friday, April 19, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર જીલ્લા માં ગત વર્ષ ની સરખામણી એ બાળક ની સામે બાળકીઓ ની સંખ્યા વધી:ટીબી ના કેસો માં ૬૦ ટકા ઘટાડો નોંધાયો

પોરબંદર

પોરબંદર જીલ્લા માં આરોગ્યલક્ષી યોજનાઓ ની રીવ્યુ મીટીંગ યોજાઈ હતી.જેમાં ગત વર્ષ ની સરખામણી એ બાળકીઓ ની સંખ્યા માં વધારો થયો હોવાનું અને ટીબી ના કેસો માં ૬૦ ટકા ઘટાડો થયો હોવાનું જાહેર કરાયું હતું.

પોરબંદર જિલ્લા સેવા સદન-૧ સભાખંડ ખાતે કલેકટર અશોક શર્માનાં અધ્યક્ષ સ્થાને આરોગ્યલક્ષી યોજનાઓની રીવ્યુ મીટીંગ યોજાઇ હતી.જેમાં પી.સી.એન્ડ પી.એન.ડી.ટી.,ડીસ્ટ્રીકટ ટી.બી.ફોરમ,ટોબેકો કન્ટ્રોલ પ્રોગ્રામ,રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ,સિલીકોસીસ રોગ સમિતી જેવી તમામ મીટીંગ યોજાઇ હતી.મીટીંગ માં ઇચાર્જ જીલ્લા આરોગ્ય અધિકારી ડો બી બી કરમટા, મુખ્ય જીલ્લા તબીબી અધિકારી,ટી.બી. અધિકારી અને કમિટીના તમામ સભ્યો હાજર રહયા હતા.

મીટીંગ દરમ્યાન તમામ યોજનાઓ વિશે કલેકટર દ્વારા વિસ્તૃત ચર્ચા કરી માર્ગદર્શન અપાયુ હતુ.જેમા ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે સેકસ રેશિયો(પુરૂષ બાળકની સામે સ્ત્રી બાળકીઓની સંખ્યા) માં વધારો નોંધાયો હોવાનું જાહેર કરાયું છે.જેમાં વર્ષ ૨૦૨૦-૨૧ વર્ષમાં પોરબંદર તાલુકામાં ૯૬૮ ની સામે વર્ષ ૨૦૨૧-૨૨માં ૯૭૮,વર્ષ ૨૦૨૦-૨૧ વર્ષમાં રાણાવાવ તાલુકામાં ૯૧૦ ની સામે વર્ષ ૨૦૨૧-૨૨માં ૧૧૩૫,વર્ષ ૨૦૨૦-૨૧ વર્ષમાં કુતિયાણા તાલુકામાં ૯૪૮ ની સામે વર્ષ ૨૦૨૧-૨૨ માં ૯૭૧ નોંધાયેલ છે.

ઉપરાંત ટી.બી. કન્ટ્રોલ કાર્યક્રમ અંર્તગત છેલ્લા પાંચ વર્ષની સરખામણીએ ૬૦ ટકા જેટલો ઘટાડો ટી.બી.નાં કેસોમાં નોંધાયો છે.જેને ધ્યાને લેતા નેશનલ લેવલનાં એસેસમેન્ટ બાદ પોરબંદર જીલ્લાને ટી.બી. કાર્યક્રમ અંર્તગત ગોલ્ડ મેડલ પણ મળવાપાત્ર છે.જે બાબતે કલેકટર દ્વારા આરોગ્યની ટીમને બીરદાવી આગળ પણ આવી જનહિતલક્ષી કામગીરી જાળવી રાખવા જણાવ્યુ હતું.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે