Friday, March 29, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર જીલ્લા માં કાળઝાળ ગરમી ના કારણે વીજ વપરાશ માં ૩૫.૩૦ લાખ યુનિટ નો વધારો:વીજબીલ ની આવક માં પણ ૧૧ કરોડ નો વધારો

પોરબંદર

પોરબંદર પીજીવીસીએલ સર્કલમાં શિયાળાની સરખામણીએ ઉનાળામાં વીજ વપરાશ માં 35.30 લાખ યુનિટનો વધારો થયો છે.જેના લીધે વીજ બીલની રકમમાં પણ રૂ. 11 કરોડનો વધારો નોંધાયો છે.

પોરબંદર પીજીવીસીએલનાં સર્કલ અંતર્ગત પોરબંદર,રાણાવાવ કુતિયાણા,માધવપુર ઉપરાંત માંગરોળ, કેશોદ, ચોરવાડ, માળિયા હાટીના સહિતના ગામો આવેલા છે.શિયાળાની ઠંડી દરમ્યાન સર્કલ હેઠળ આવતા ગામો માં લોકોએ વીજ ઉપકરણોનો ઉપયોગ નહિવત કર્યો હોવાથી ઓછા યુનિટ નો વીજ વપરાશ થયો હતો.ત્યાર બાદ એપ્રિલ મહિ‌નાથી ઉનાળાની આગ ઝરતી ગરમીના કારણે વીજળીનો વપરાશ ચરમસીમાએ પહોંચી ગયો છે.લોકો ગરમી થી રાહત મેળવવા એસી પંખા નો સતત વપરાશ કરી રહ્યા છે.ત્યારે ફેબ્રુઆરી માસની સરખામણી એ એપ્રિલ માસમાં વીજ વપરાશ માં 35.30 લાખ યુનિટનો વધારો થયો છે.

આ અંગે માહિતી આપતા પીજીવીસીએલનાં ડેપ્યુટી ઈજનેર એન.એચ.પરમારે જણાવ્યું હતું કે સર્કલ અંતર્ગત રહેણાંક વીજ કનેકશનો માં ફેબ્રુઆરી માસમાં ૧,૪૦,૨૭,૧૮૯ યુનિટનો વીજ વપરાશ થયો હતો.જ્યારે એપ્રિલમાં ૧,૫૪,૬૮,૪૪૭ યુનિટનો વપરાશ થયો હતો.આમ રહેણાંકમા ૧૪,૪૧,૨૫૮ યુનિટનો વધારો થયો છે.જયારે કોમર્શિયલ કનેક્શન માં ફેબ્રુઆરી માસમાં 7,૪૮,૬૨૨ યુનિટનો વીજ વપરાશ હતો.જયારે એપ્રિલ માં 10,૬૯,૯૯૧ યુનિટનો વપરાશ થયો હતો. આમ કોમર્શિયલ કનેક્શન ના વીજ વપરાશ માં 3,૨૧,૩૬૯ યુનિટનો વધારો નોંધાયો છે.

જયારે ઇન્ડસ્ટ્રીયલ કનેક્શન માં ફેબ્રુઆરીમાં ૯૬,૬૨,૪૯૭ યુનિટનો વીજ વપરાશ થયો હતો જ્યારે એપ્રિલમાં ૧,૧૪,૨૯, ૮૯૮ યુનિટનો વપરાશ થયો હતો.આમ ઇન્ડસ્ટ્રીયલ કનેક્શન માં ૧૭,૬૭,૪૦૧ યુનિટનો વધારો થયો છે.આમ ફેબ્રુઆરી ની સરખામણી એ એપ્રિલ માં કુલ ૩૫,૩૦,૦૨૮ યુનિટ નો વધારો થયો છે.વીજ વપરાશ વધતા વિજબીલની રકમમાં પણ વધારો નોંધાયો છે.ફેબ્રુઆરી માસમાં વીજબીલ ની કુલ રકમ રૂ 33.96 કરોડ હતી.જ્યારે એપ્રિલમાં કુલ રકમ 44.12 કરોડ થઇ છે.જેથી વિજબીલની રકમમાં પણ રૂ.11 કરોડ જેટલો વધારો થયો છે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે