Thursday, April 18, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર ખાતે કેરિયર ગાઇડન્સ અને કાઉન્સેલિંગ માર્ગદર્શન સેમિનાર યોજાયો

પોરબંદર

પોરબંદરના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિધ્યાર્થીઓ માટે રિઝવાન આડતિયા ફાઉન્ડેશન દ્વારા યોજાયેલ કેરિયર ગાઇડન્સ અને કાઉન્સેલિંગ માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો.

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 ની પરીક્ષાના પરિણામો જાહેર થયા બાદ ઘણા ખરા ઉતીર્ણ અને અનુતીર્ણ થયેલા વિધ્યાર્થીઓ તથા તેમના વાલીઓ પોતાના બાળકોનું ભાવિ નક્કી કરવા ભારે મૂંઝવણ અનુભવી રહ્યા છે.વિધ્યાર્થીઓને ઉપયોગી સમયોચિત કારકિર્દીલક્ષી માર્ગદર્શન મળી રહે તે માટે વતન,દેશ અને આંતર રાષ્ટ્રીય ફલક પર અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓમાં મોખરાનું સ્થાન ધરાવતા પોરબંદરના રિઝવાન આડતિયા ફાઉન્ડેશન (આરએએફ) ઈન્ડિયા દ્વારા તાજેતરમાં પોરબંદરના રત્નસાગર હૉલ ખાતે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના છાત્રો માટે નો કેરિયર ગાઇડન્સ અને કાઉન્સેલિંગ માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવેલ હતું.

પ્રારંભમાં રીઝવાન આડતિયા ફાઉન્ડેશન પોરબંદરના એરિયા મેનેજર હેમલભાઈ તન્ના એ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બાદના કારકિર્દીના વિકલ્પો,કારકિર્દી અંગે વિધ્યાર્થીઓનો મુંજવણ અને પોતાની જાતની સ્વ ઓળખ આ ત્રણ મુદ્દા ધ્યાને લઈને આ સેમિનારનું આયોજન કરવાનો હેતુ સ્પષ્ટ કરીને સૌ મહાનુભાવોને આવકાર્યા હતા.

આ ધોરણ 10 અને 12 ના છાત્રોનો કેરિયર ગાઇડન્સ અને કાઉન્સેલિંગ માર્ગદર્શન સેમિનારનું મહાનુભાવોના હસ્તે મંગલદીપ પ્રગટાવી ખુલ્લો મૂક્યા બાદ પોરબંદરની ગોઢાણીયા બી.એડ. કોલેજના ડાયરેકટર અને જાણીતા કેળવણીકાર ડો. ઈશ્વરલાલ ભરડાએ જણાવ્યુ હતું કે આજની યુવા પેઢી શ્રમ પ્રત્યેની સુજ ધરાવે છે.જ્યારે વિદેશોમાં શ્રમ પ્રત્યે સદભાવ દાખવે છે.વિદેશમાં “બ્લૂ કોલર જોબ ને આવકારે છે.જ્યારે દેશમાં “વ્હાઇટ કોલર જોબ” ને સત્કારવામાં આવે છે. દેશમાં “વ્હાઇટ કોલર જોબ” કરતાં “બ્લૂ કોલર જોબ”ની મોટી તકો રહેલી છે.જે શોખ હોય તે વિષયનો અભ્યાસ કરવાથી શ્રેષ્ઠ કારકિર્દી બને છે.

આ તકે પોરબંદરની જિલ્લા રોજગાર કચેરીના કેરિયર કાઉન્સેલર ચિરાગભાઇ દવે એ આર્ટસ,કોમર્સ,સાયન્સ,હોસ્પિટલ મેનેજમેંટ સહિતના અભ્યાસક્રમો તેમજ આઇ.ટી. ના અભ્યાસક્રમોનું પ્રેઝન્ટેશન પ્રસ્તુત કર્યું હતું.ટ્યૂટર આકીલ હામદાની એ સ્પર્ધાત્મક પરીક્ષા અંગે ઉમદા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.તેમજ પોરબંદરના સાયકોલોજી ટ્રેનર એન્ડ કાઉન્સેલિંગ એકસપર્ટ શિવાનીબેન સામાણી એ છાત્રોની વ્યક્તિગત ક્ષમતા ઓળખીને તેને અનુરૂપ અભ્યાસક્રમમાં પ્રવેશ લેવાનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

તજજ્ઞો દ્વારા છાત્રો સાથે કારકિર્દીલક્ષી ચર્ચા પ્રશ્નોતરી યોજવામાં આવી હતી જેમાં છાત્રોએ કરેલ પ્રશ્નોનું તજજ્ઞો દ્વારા સંતોષકારક ઉકેલ સૂચવવામાં આવેલ હતો.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન આરએએફ ના તજજ્ઞ જલ્પાબેન ઓડેદરાએ સંભાળ્યું હતું જ્યારે આભાર દર્શન આરએએફ ના પ્રોગ્રામ ઓફિસર દર્શન પઢિયારે કર્યું હતું.

આ સેમિનારમાં ઝિવાન આડતિયા ફાઉન્ડેશન અમદાવાદનાં મેનેજર મીનુંબેન મારીદાસ,અરજણભાઇ પરમાર, વિભૂતિબેન વાળા,આરએએફ નો સ્ટાફ પરિવાર સહિત પોરબંદર જિલ્લાની વિવિધ શાળાઓના ધોરણ 10 અને 12 ના વિધ્યાર્થીઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે