Friday, March 29, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદરમાં મેડીકલ કોલેજ માટે ૪૮૧ જગ્યાઓની ભરતી કરવા સરકારે આપી મંજૂરી:જેસીઆઈ ની રજૂઆત ને મળી સફળતા

પોરબંદર

પોરબંદર માં મેડીકલ કોલેજ માટે ની ૪૮૧ જગ્યાઓ ની ભરતી કરવા માટે સરકારે મંજુરી આપી છે જેથી નવા સત્ર થી મેડીકલ કોલેજ શરુ થવાની આશા ઉજળી બની છે

ભારત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા “કેન્દ્રીય પુરસ્કૃત યોજના ફેસ-૩” અંતર્ગત જે જિલ્લાઓમાં મેડિકલ કોલેજોની સુવિદ્યાઓ નથી ત્યાં નવી મેડિકલ કોલેજો શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી હતી.જેના ભાગ સ્વરૂપે પોરબંદર જિલ્લામાં પણ ત્રણ વર્ષ પહેલાં મેડિકલ કોલેજ માટે 551 કરોડની રકમ ફાળવવામાં આવી હતી,પરંતુ મેન પાવરના અભાવે આ મેડિકલ કોલેજને નેશનલ મેડિકલ કાઉન્સિલ (NMC) દ્વારા મંજૂરી આપવામાં આવતી નહોતી. આથી પોરબંદર મેડિકલ કોલેજ માટે તાત્કાલિક જરૂરી મહેકમ મંજૂર કરી સ્ટાફની ભરતી કરવા જેસીઆઇ પોરબંદર દ્વારા રાજ્ય અને કેન્દ્ર સરકારને વારંવાર રજુઆત કરવામાં આવી હતી,ત્યારે આજે રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા પોરબંદર મેડિકલ કોલેજ માટે વર્ગ 1 થી 4ની કુલ 481 જગ્યાઓ માટે ભરતી કરવાની મંજૂરી આપવામાં આવતાં જેસીઆઇ પોરબંદરના સ્થાપક પ્રમુખ લાખણશી ગોરાણીયાએ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

◆ સ્ટાફના અભાવે કેન્દ્રીય ઇન્સ્પેકશન ટીમે મેડિકલ કોલેજ નામંજૂર કરી હતી :-

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગરે તા. 24/12/2020ના રોજ કેન્દ્રીય પુરસ્કૃત યોજના ફેસ-3 અંતર્ગત ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી હસ્તક પોરબંદર ખાતે નવી મેડિકલ કોલેજ મંજૂર કરવામાં આવેલ હતી.
આ મેડિકલ કોલેજ માટે નેશનલ મેડિકલ કાઉન્સિલ નવી દિલ્હી દ્વારા તા. 11/8/2021ના રોજ પોરબંદર ખાતે ઇન્સ્પેકશન કરવામાં આવ્યું હતું. તેની સુનાવણી તા. 12/10/2021ના રોજ રાખવામાં આવેલ હતી. તે સુનાવણીમાં નેશનલ મેડિકલ કાઉન્સિલ દ્વારા પોરબંદરમાં મેડિકલ કોલેજ શરૂ કરવા માટે પૂરતી સુવિધાઓ અને મેનપાવર નહીં હોવાનું જણાવી નવી મેડિકલ કોલેજ નામંજૂર કરી હતી, ત્યારે જેસીઆઇ પોરબંદર દ્વારા રી-ઇન્સ્પેકશન માટે માગણી કરવામાં આવી હતી અને જેસીઆઇની રી-ઇન્સપેકશનની માગણી સ્વીકારી તા. 4/3/2022ના રોજ ફરી વખત કેન્દ્રીય ટિમ પોરબંદર ઇન્સપેક્શન માટે આવી હતી ત્યારે પણ જેસીઆઇ પોરબંદરના હોદ્દેદારોએ કેન્દ્રીય ટીમને રૂબરૂ રજુઆત કરી હતી.

જેસીઆઈ પોરબંદરના સ્થાપક પ્રમુખ લાખણશી ગોરાણીયાએ તા. 18/11/2021ના રોજ રાજ્યના આરોગ્યમંત્રીને રૂબરૂ મુલાકાત કરી તથા તા. 27/11/2021ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તથા કેન્દ્ર અને રાજ્ય સરકારના આરોગ્ય મંત્રીઓને વિગતવાર પત્ર પાઠવીને પોરબંદરની ચાલુ વર્ષમાં જ આ મેડિકલ કોલેજ શરૂ કરવા માટે જરૂરી ખૂટતી સુવિદ્યાઓ અને સ્ટાફની ભરતી કરવા રજુઆત કરી હતી.

■ મેડિકલ કોલેજ માટે 481 સ્ટાફની ભરતી માટે સરકારે કર્યો આદેશ :

છેલ્લા ત્રણ વર્ષથી મંજુર થયેલ મેડિકલ કોલેજ સ્ટાફના અભાવે શરૂ કરી શકાતી નહોંતી ત્યારે જેસીઆઇ પોરબંદર દ્વારા સ્ટાફની ભરતી પ્રક્રિયા કરવા રાજ્ય અને કેન્દ્ર સરકારને વારંવાર રજૂઆતો કરતા તા. 12/5/2022ના રોજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના સેક્સન અધિકારી હિતેશ જાની દ્વારા પરિપત્ર જાહેર કરી પોરબંદર મેડિકલ કોલેજ માટે વર્ગ-૧ અને ૨ની 167 જગ્યાઓ તથા વર્ગ-૩ અને ૪ની 314 જગ્યાઓ આમ કુલ મળી 481 ઘટતી જગ્યાઓ ભરવા મંજૂરી આપવામાં આવતા હવે નવા સત્રથી પોરબંદર મેડિકલ કોલેજ શરૂ થવાની આશા ઉજળી બની છે.

આમ, ત્રણ વર્ષ પહેલાં મંજૂર થયેલ પોરબંદર મેડિકલ કોલેજ શરૂ કરવા માટે સ્ટાફના અભાવનો પ્રશ્ન હલ કરવા બદલ જેસીઆઇ પોરબંદરના સ્થાપક પ્રમુખ લાખણશી ગોરાણીયા અને પ્રમુખ રોનક દાસાણીએ રાજ્ય સરકારનો આભાર માન્યો હતો.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે