Friday, March 29, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદરમાં આજે રામનવમીની ભવ્ય શોભાયાત્રા માં ૩૫ ફલોટસ આકર્ષણ જમાવશે:શોભાયાત્રાનું ૧૦૧ જગ્યાએ ઢોલ-નગારા અને શરણાઇના સૂરે ભવ્ય સ્વાગત થશે

પોરબંદર

પોરબંદર માં આજે રામનવમી નિમિતે ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરાયું છે.જેમાં વિવિધ ૩૫ ફલોટસ આકર્ષણ નું કેન્દ્ર બનશે.

પોરબંદરમા રામનવમીની વિશાળ શોભાયાત્રા ને લઇ ને ધજા પતાકાથી મુખ્ય માર્ગો ભગવા બન્યા છે.આજે બપોરે ૨ વાગ્યે શ્રીરામ જાનકી મઠ,બ્રાન્ચ સ્કૂલ સામે,શીતલાચોક થી વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ મહિલા વિભાગ, દુર્ગાવાહિની પ્રેરિત વિશાળ શોભાયાત્રા શહેર ના મુખ્ય રાજમાર્ગો પર ભગવાન શ્રીરામના રથ તથા પાલખી સાથે નીકળશે.આ શોભાયાત્રા માટે કુલ ૨૫૧ કાર્યકર્તાઓ એ મુખ્ય ત્રીસ સમિતિ બનાવી આયોજન કર્યું છે.સમગ્ર કાર્યક્રમની જાણકારી માટે કુલ ૨૦ હજાર પત્રિકાઓનું સ્વયંસેવકો દ્વારા -જન સુધી વિતરણ કરવામાં આવ્યું છે.આ ઉપરાંત ૧૨૫ સ્વાગત બેનર અને મોટા ૧૧ હોર્ડીંગ્સ શોભાયાત્રાના રૂટમાં રાખવામાં આવ્યા છે.જે શોભાયાત્રાનું સ્વાગત કરશે.

વેપાર-ધંધા સાથે સંકળાયેલા એશોશીએશનો, ચેમ્બરો, વેપારી મંડળો, રીક્ષા યુનિયન, સ્વૈચ્છિક પોતાના ધંધા રોજગાર માં અડધા દિવસની રજા રાખી શોભાયાત્રામાં જોડાઇ સહકાર આપશે.હિન્દુ સમાજના અલગ અલગ સંપ્રદાયના સંતો-મહંતો પોતાના ભકત મંડળો સાથે જોડાઇને શોભાયાત્રાની શોભા વધારશે તેમજ યાત્રાની આગેવાની લેશે.શહેરની સામાજિક સેવાકીય પ્રવૃત્તિ કરતી સંસ્થાઓ,યુવક મંડળો,ગરબી મંડળો,હોળી મંડળ અને ગણેશ મંડળોના કાર્યકરો જય શ્રીરામના જયઘોષ સાથે અલગ અલગ વિસ્તારમાંથી જોડાશે.

ધૂન ભજન મંડળ પોતાની ટીમ સાથે સમગ્ર શોભાયાત્રાના સમય દરમ્યાન સતત શ્રી રામધૂન કરશે. હિન્દુ સમાજની તમામ જ્ઞાતિઓના પ્રમુખો પોતાની જ્ઞાતિના આગેવાનો સાથે જોડાશે.શ્રીરામલલ્લાની વિશાળ શોભાયાત્રામાં જોડાવા માટે પોરબંદરનો સમગ્ર હિન્દુ સમાજ થનગની રહ્યો છે આ શોભાયાત્રામાં ભગવાન શ્રીરામના રથ તથા પાલખી આસપાસ અયોધ્યામાં બે-બે વખત કારસેવામાં જોડાયેલા ૧૧૧ કાર્યકર્તાઓ વિવિધ કલરના સાફા પહેરી ભગવાન શ્રીરામના રથની જરૂરી વસ્તુઓ ધારણ કરી, ખુલ્લા પગે પાલખી ઉપાડી મુખ્ય માર્ગો પરથી પસાર થઇ ખૂબજ આકર્ષક સાથે દ્રશ્ય બનાવશે.

શોભાયાત્રા જ્યાંથી પ્રસ્થાન થવાની છે તે જાનકી મઠ, રામ મંદિર બ્રાન્ચ સ્કૂલ પાસે હિન્દુ સમાજની બહેનો રંગોળી તથા સુશોભન કરશે તેમજ સમગ્ર મંદિરને આગવા શણગારથી શણગારી શોભામાં વધારો કરશે.ભગવાન શ્રીરામના રથ તથા પાલખી સાથે અલગ અલગ ૩૫ ફલોટસ ફોર વ્હીલરમાં સાથે નીકળશે.તેમજ આ ફલોટસમાં ૨૦૦ જેટલા નાના બાળકો અલગ અલગ વેશભુષા ધારણ કરી લોકોને આકર્ષિત કરશે,ઘોડેસવાર આ યાત્રાની સતત સાથે રહેશે.શોભાયાત્રામાં કુલ ૧૦૧ જગ્યાએ અલગ અલગ સમાજના લોકો દ્વારા ઢોલ-નગારા અને શરણાઇના સૂરે ભવ્ય સ્વાગત થશે.ઉપરાંતમાં તમામ રૂટ પર સેવાભાવી લોકો દ્વારા ઠંડાપીણા, છાશ, પાણીની ભકતજનો માટે ભકતજનો દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. શોભાયાત્રામાં હિન્દુ સમાજમાંથી ભાઇઓ, બહેનો તથા બાળકો દ્વારા વેશભુષાઓ ધારણ કરીને ધાર્મિક વાતાવરણ ઉભુ કરાશે. સમગ્ર શોભાયાત્રાનું સંકલન વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગદળ દ્વારા રાષ્ટ્રીય સેવીકા સમિતિના બહેનો છેલ્લા ૩૦ દિવસથી આયોજન કરી આખરી ઓપ આપી દીધો છે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે