Friday, March 29, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદરની ખાસ જેલમાંથી 16 કેદીઓ વચગાળાના જામીન પર મુક્ત

પોરબંદર

કોરોના ની સ્થિતિ ને ધ્યાને લઇ પોરબંદર ખાસ જેલ માંથી 16 કેદીઓ ને બે માસ નાં વચગાળા નાં જામીન પર મુક્ત કરાયા છે

ગુજરાતમાં કોરોનાની મહામારી એ પંજો ફેલાવ્યો છે.અને દિન પ્રતિદિન કોરોનાનું પ્રમાણ વધતું જાય છે.પોરબંદર માં પણ કોરોના નાં કેસ વધી રહ્યા છે.ત્યારે ગુજરાત હાઇકોર્ટ ના માર્ગદર્શન હેઠળ પોરબંદર કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા કોરોના મહામારી ને ધ્યાનમાં લઈને રીટેઇનર એડવોકેટ ફાલ્ગુનીબેન વૈદ્ય મારફત 14 ભરણપોષણનાં ગુન્હા નાં પાકા કામ નાં કેદી તથા બે કાચા કામ નાં કેદી કે જેમાં એક ચોરી તથા એક પ્રોહીબીશન નાં ગુન્હા નાં આરોપી ને 60 દિવસ નાં વચગાળા નાં જામીન પર મુક્ત કરવા દરખાસ્ત કરતા ફેમીલી કોર્ટે તમામ નાં જામીન મંજુર કર્યા  છે.આથી તમામ કેદીઓ ને ખાસ જેલ માંથી મુક્ત કરવામાં આવ્યા છે.

મુકત થયેલા કેદીઓમાં વેજા પુના વાઘેલા,રાજસી સુકા મોઢવાડીયા,હમીર ભીખા રાણાવાયા,વિપુલ મોહન મોતીવરસ, કરશન કાના કામરીચા,રામ મસરી કડેગીચા,નજીર હબીબ ખોખર,રમેશ ખીમા ઘરસંડા,વિજય રામ કારાવદરા,પ્રકાશ રાજસી રાઠોડ,કેતન જગુ જેઠવા,લીલા અરજણ અખીયા,રમેશ ભીખુ ગોસીયા,હિતેશ નવઘણ ખુંટી,કેશવ ઉર્ફે રઘુ રાજાભાઇ વાઘેલા સહિતનાઓનો સમાવેશ થાય છે.

છોડવામાં આવેલા કેદીઓને પાંચ હજારના જાતમુચરકા અને ૬૦ દિવસના વચગાળાના જામીન પર છોડવામાં આવ્યા છે.જેમાં તેઓએ કોર્ટ દ્વારા દર્શાવાયેલી શરતોનું પાલન કરવું પડશે.૬૦ દિવસનો સમયગાળો પૂર્ણ થયા પછી તેઓએ જેલ ઓથોરીટી સમક્ષ હાજર થવું પડશે અને જામીન સમય દરમિયાન તેઓ જયાં રહે છે ત્યાંના સંબંધિત પોલીસ સ્ટેશનમાં દર સોમવારે હાજરી આપવી પડશે.તે ઉપરાંત ટેમ્પરરી જામીન મુક્તિનો દુરુપયોગ કરી શકાશે નહીં.ઉપરાંત જામીન   ઉપર મુકત થતી વખતે પોતાનું કાયમી અને કામચલાઉ સરનામું તથા મોબાઇલ નંબર જાહેર કરવો અને હુકમનો અમલ રહે ત્યાં સુધી પોતાનું સરનામું કે મોબાઇલ નંબર બદલવો નહીં તેવી પણ શરત રાખવામાં આવી છે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે