Thursday, March 28, 2024

|| तुम रक्षक काहू को डरना ||

ડીઝલના ભડકે બળતા ભાવ અને મંદીના માહોલ વચ્ચે પોરબંદરમાં માછીમારોની સીઝન પૂર્ણ થતા બંદરે બોટોનો ખડકલો

પોરબંદર

પોરબંદરમાં માછીમારોની સિઝન આજથી પૂર્ણ થઈ છે. જેહતી બંદર ખાતે બોટો લાંગરી દેવામાં આવી છે.તથા ખલાસીઓ વતન રવાના થયા છે.જયારે બોટ માલિકોએ બોટ સમારકામ ની કામગીરી શરુ કરી છે.

પોરબંદરમાં માછીમારીની સિઝન આજથી પૂર્ણ થઈ છે.માછીમારોને તા. 1 જુનથી 31 જુલાઈ સુધી દરિયો ખેડવા પર પ્રતિબંધ લગાવાયો છે.જેથી બોટો દરિયામાંથી ક્રેઈનની મદદથી બહાર કાઢી કતારબંધ જેટી ઉપર લાંગરી દેવામાં આવી છે.જેથી બંદરે બોટો નો ખડકલો જોવા મળે છે.હવે માછીમારો માટે બોટોના સમારકામ,રંગરોગાન કરવા માટેનો સમય છે.જયારે ખલાસીઓ પણ ઓફ સીઝન હોવાથી વતન જવા રવાના થયા છે.

જયારે માછીમારો ના પરિવાર માં લગ્ન,સગાઈ,વાસ્તુ સહિતના શુભ અને ધાર્મિક પ્રસંગો પણ આ ઓફ સીઝન દરમ્યાન યોજાશે.આમ તો આ સીઝન માં ડીઝલના ભાવ આસમાને પહોંચ્યા હતા.ઉપરાંત દરિયાઈ પ્રદુષણ ના કારણે દુર દુર ફિશિંગ માટે જવું પડતું હોવાથી માછીમારો માટે ગત સીઝન ખુબ જ નબળી ગઈ હતી.અને છેલ્લા ત્રણ વર્ષ થી કોરોના અને વાવાઝોડા તથા પાક મરીન સિક્યુરીટી દ્વારા વારંવાર બોટો ના અપહરણ ના કારણે માછીમારો ની સ્થિતિ કફોડી બની છે.ત્યારે બે માસ બાદ શરુ થનારી નવી સીઝન માછીમારો માટે લાભદાયી નીવડે તેવી સૌ માછીમારો આશા રાખી રહ્યા છે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે