પોરબંદર

હૈદરાબાદ તેલંગના ખાતે યોજનારી એશિયન થાઈબોક્સિંગ ચેમ્પિયનશિપ માટે પોરબંદરના એક્સટ્રીમ ફિટનેસ કેર ના વિદ્યાર્થીઓની પસંદગી થતા શહેરીજનો અને અગ્રણીઓ એ શુભેચ્છા પાઠવી છે.

તા.૦૪/૧૨/૨૦૨૧ થી તા. ૦૬/૧૨/૨૦૨૧ શરૂ થનારી એશિયન થાઈબોક્સિંગ ચેમ્પિયનશિપ હૈદરાબાદ,તેલંગના માં યોજાવાની હોઈ જેમાં પોરબંદર એક્સટ્રીમ ફિટનેસ કેર ના વિદ્યાર્થીઓ રાધિકા સુરેશભાઈ દવે અને વેદાંત શર્મા પસંદગી પામ્યા છે.આ સાથેજ થાઈબોક્સિંગ ઉપરાંત વિવધ માર્શલાઆર્ટ્સ માં નિપુણતા મેળવનાર મહેશ મોતીવરસ ઉત્તીર્ણ ગુણાંક સાથે તાજેતરમાં અમદાવાદ ખાતે યોજાયેલ થાઇબોક્સિંગ ટેક્નિકલ પરીક્ષાઓ પાસ કરી એશિયન થાઈબોક્સિંગ ચેમ્પિયનશિપ માટે ટેક્નિકલ કમિટીમાં પસંદગી પામ્યા છે.જે માટે એક્સટ્રીમ ફિટનેસ કેર અને વિવિધ માર્શલર્ટસના પદાધિકારીઓ કેતન કોટિયા,સુરજ મસાણી,જયેશ ખેતરપાલ તથા ઓલ ગુજરાત થાઈબોક્સિંગ એસોસિઅશન ના પ્રેસિડેન્ટ બદ્રીનાથ પાંડે અને ઓલ ઇન્ડિયા થાઈ બોક્સિંગ ઇન્ડિયન ફેડરેશન મેનેજીંગ ડાયરેક્ટર ના રવિંદરસિંઘ એ તમામ ને શુભેચ્છાઓ પાઠવી છે.