પોરબંદર.

પોરબંદર જીલ્લા માં અંતે વિધિવત મેઘરાજા નું આગમન થયું હોય તેમ રાણાવાવ માં બે ઇંચ જયારે કુતિયાણા અને પોરબંદર માં ૧-૧ ઇંચ વરસાદ નોંધાયો છે.

અત્યાર સુધી નોંધપાત્ર વરસાદ થી વંચિત રહેલ સુદામા નગરી માં પણ વિધિવત મેઘરાજા એ પધરામણી કરી હતી. ગઈકાલે પોરબંદર શહેર માં બપોરે ૧૨ થી ૨ સુધી માં ૧૨ મીમી વરસાદ વરસ્યા બાદ સાંજે ૪ થી ૬ સુધી માં વીજળી ના કડાકા ભડાકા સાથે વધુ ૧૬ મીમી વરસાદ વરસ્યો હતો.જેથી કુલ ૨૮ મીમી વરસાદ વરસ્યો છે.મોસમ નો કુલ વરસાદ ૩૩ મીમી થયો છે.જયારે રાણાવાવ માં બપોરે ૨ થી સાંજે ૬ સુધી માં ૫૪ મીમી વરસાદ વરસ્યો હતો.અને મોસમ નો કુલ વરસાદ ૫૯ મીમી થયો છે.જયારે કુતિયાણા માં પણ બપોરે ૨ થી ૪ સુધી માં ૨૯ મીમી વરસાદ વરસ્યો હતો.જેથી અહીનો કુલ વરસાદ ૪૫ મીમી થયો છે.

છેલ્લા કેટલા દિવસો થી ઉકળાટ અને બફારા નો સામનો કરી રહેલ પોરબંદર જીલ્લા માં વરસાદ બાદ વાતાવરણ માં ઠંડક પ્રસરી હતી.તો બીજી તરફ ખેડૂતો માં પણ ખુશી જોવા મળે છે.અને બરડા પંથક ના ગામો માં પ્રથમ વરસાદ બાદ ખેડૂતો દ્વારા વાવણી પણ શરુ કરવામાં આવી છે.પ્રથમ વરસાદ બાદ જીલ્લામાં અનેક સ્થળો એ વીજ પુરવઠો ખોરવાયો હતો.અને કલાકો બાદ પૂર્વવત થયો હતો.

વીજળી પડવાના કારણે જીલ્લા માં 4 પશુઓ ના મોત 

કુતિયાણા ના ટીંબી નેસ માં વીજળી વીજળી પડતા બે ભેંસ ના મોત થયા હતા.રાણાવાવ ના ભોદ ગામે પણ ૧ બળદ અને રાણા કંડોરણા ખાતે પણ એક ભેંસ નું મોત નીપજ્યું છે આમ જીલ્લા માં વીજળી પડવાના કારણે કુલ 4 પશુઓ ના મોત નીપજ્યા છે
જિલ્લા કલેકટર અશોક શર્માએ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાથે સંકળાયેલા અધિકારીઓને તેમજ સંબંધિત વિભાગના અધિકારીઓને એલર્ટ રહેવા સૂચના આપી હતી.વરસાદ ને લઇ ને ચોવીસ કલાક કંટ્રોલરૂમ શરૂ કરી દેવાયા છે અને તાલુકા સ્તરે અને ગ્રામ સ્તરે જરૂરી સંકલન કરવા પણ સૂચના આપવામાં આવી છે.