પોરબંદર

તાજેતર માં યોજાયેલ ટોપ ટ્વેંટી પિસ્તોલ શુટિંગ કોચ સિલેકશન માં પોરબંદર ના કોચ દિવ્યરાજસિંહ રાણા પ્રથમ ક્રમાંકે રહ્યા છે.

ઓલમ્પિક ગોલ્ડ વેસ્ટ,ઓ.જી.કયુ. ભારતમાં ખેલાડીઓને ઓલમ્પિક માટે તૈયાર કરતી પ્રકાશ પાદુકોણની સંસ્થા છે. જેમાં શુટીંગ સ્પોર્ટસ માટે તેઓની સાથે ભારતના ઓલમ્પીયન શુટર ગગન નારંગની સંસ્થા ગન ફોર ગ્લોરીના સંયુકત ઉપક્રમે શુટીંગ સ્પોર્ટસના શ્રેષ્ઠ ખેલાડીઓ તૈયાર કરવા સમગ્ર ભારત માંથી પીસ્તોલ શુટીંગના શ્રેષ્ઠ કોચનું વિવિધ તબક્કા ધ્યાનમાં રાખી અનુભવ,પરર્ફોમન્સ અને સ્કિલના આધારે સિલેકશન કરાયું હતું.જે ટોપ ટવેન્ટી કોચનું સી.એફ.પી. ૨૦૨૨ માટે સિલેકશન કરી છ મહીના તેઓને પીસ્તોલ શુટીંગ, ફીઝીકલ, મેન્ટલ, સાયકોલોજીકલ, ન્યુટરીશન અને ટેકનીકલ વિગેરેનું ઈન્ટરનેશનલ એક્સપર્ટ દ્વારા અદ્યતન કોચીંગ અને ટ્રેનીંગ આપવામાં આવી હતી.

જેમાં પોરબંદર ડીસ્ટ્રીકટ રાયફલ એસોસીએશનના કોચ દિવ્યરાજસિંહ બહાદુરસિંહ રાણા પસંદગી પામ્યા હતા,અને તેઓએ ભારતના ટોપ ટવેન્ટી સીલેકશન કોચમાં વર્કશોપ-૨ માં પ્રથમ સ્થાને રહી સમગ્ર જિલ્લાનું અને રાજ્યનું ગૌરવ વધાર્યું છે.જે બદલ જિલ્લા ડીસ્ટ્રીકટ રાયફલ એસોસીએશનના પ્રમુખ એડવોકેટ એમ.જી.શીંગરખીયા,ઉપ પ્રમુખ એડવોકેટ ભરતભાઈ બી. લાખાણી,સેક્રેટરી એડવોકેટ એન.જી. જોષી તથા સમગ્ર ટ્રસ્ટીઓ તથા પોરબંદર જિલ્લાના ખેલાડીઓએ આનંદની લાગણી સાથે શુભેચ્છાઓ પાઠવેલ છે.