પોરબંદર

પોરબંદર ના કિર્તીમંદિર ખાતે લાયન્સ ક્લબ ઓફ પોરબંદર પ્રાઈડ દ્વારા મોટીવેશનલ સ્પીકર તથા લેખક દુર્ગેશભાઈ ઓઝા નું સન્માન કરાયું હતું જેમાં પ્રમુખ લાયન રાજીવ વ્યાસ ,ફર્સ્ટ વાઈસ પ્રેસીડેન્ટ લાયન વિજય ઉનડકટ સહીત સંસ્થા ના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને દુર્ગેશભાઈ નું શાલ ઓઢાડી પુષ્પગુચ્છ આપી સન્માન કરાયું હતું

પોરબંદર ના  કીર્તિમંદિર ખાતે લાયન્સ ક્લબ પોરબંદર પ્રાઈડ  દ્વારા પોરબંદર નું ગૌરવ એવા લેખક તથા મોટીવેશન સ્પીકર તથા અનેક બુકો લખનાર તેમજ ન્યૂઝપેપરમાં તેમના લેખો આવે છે.તેવા દુર્ગેશભાઇ ઓઝા નું સન્માન કરવામાં આવ્યું હતું.જેમાં લાયન્સ ક્લબ પ્રાઈડ ના પ્રમુખ લાયન રાજીવ વ્યાસ તથા ફર્સ્ટ વાઇસ પ્રેસિડેન્ટ લાયન વિજય ઉનડકટ તથા લાયન વ્રજલાલ રામજીભાઈ સામાણી ઉર્ફે ભીખુભાઈ સામાણી જેને લોકો બાપુજી ના નામે પ્રેમથી બોલાવે છે. તે તથા લાયન ભુપેન્દ્રભાઈ દાસાણી તથા વિક્રમભાઈ બાટવીયા તથા મયુર લાખાણી વિગેરે મિત્રોએ ભેગા થઈ દુર્ગેશભાઇ ઓઝા નું શાલ ઓઢાડી તથા પુષ્પગુચ્છ આપી તથા પુરસ્કાર રૂપે રોકડ રકમ આપી સન્માન કર્યું હતું.આ અનેરો આનંદ ઉત્સવ તરીકે ઉજવ્યો.જેનો લાયન્સ ક્લબ પોરબંદર પ્રાઈડના લાયન મિત્રો ને આવા સારા વક્તા તથા ખૂબ જ સારી બુકો તેમણે લખેલી છે તેવા તેમજ ધોરણ 9 ના પાઠ્યપુસ્તકમાં તેમનો એક વિષય આવે છે અને ઘણી સેવાકાર્ય કરતા એવા દુર્ગેશભાઇ ઓઝા નો સન્માન કરવાનો મોકો મળ્યો તેથી દરેક લાયન્સ ક્લબ ઓફ પોરબંદર પ્રાઈડના મેમ્બરો ને ખૂબ જ ખુશી થઈ હતી.