પોરબંદર

પોરબંદર ના મહિલા આર્ટીસ્ટ દ્વારા લવ ફોર એનિમલના ઉદ્દેશ્ય સાથે અમદાવાદ ખાતે એક્ઝિબિશન યોજાયું છે.જેમાં પથ્થર પર કંડારેલા જુદા જુદા ૩૦ જેટલા પ્રાણી-પક્ષીઓનું પ્રદર્શન થશે.

ઈન્ડિયા બુક, એશિયા બૂક ઓફ રેકોર્ડ સહિત ખ્યાતનામ પુરસ્કારો જીતેલા આઈ.આઈ.એમ અમદાવાદના પૂર્વ વિધાર્થિની મૂળ પોરબંદરના આર્ટિસ્ટ વિનીશા રૂપારેલ અમદાવાદના વાય.એમ.સી.એ ક્લબ ખાતે તા. ૨૬/૨૭ નવેમ્બરના રોજ નાના નાના પથ્થર પર બનેલા ૨-૩ ઇંચના પેબલ આર્ટ પ્રાણીઓ, પક્ષીઓનું લવ ફોર એનિમલ અંતર્ગત એક્ઝિબિશન યોજીને પોતાની કલા પ્રદર્શિત કરી દર્શકોને પ્રાણી પ્રત્યે દવા ભાવનો સંદેશ આપશે.કલાકારે ૨-૩ ઇંચના નકામા પથ્થરોમાં કળા કંડારીને તેને કિંમતી બનાવ્યા છે.
મોટા ભાગના પક્ષીઓ, પ્રાણીઓ આપણને જંગલોમાં, અભયારણ્યમાં જોવા મળતા હોય છે.અમુક પ્રાણી-પક્ષીઓ આપણને જીવન ભરમાં ભાગ્યે જ ક્યાંક જોવા મળવાની સાથે લુપ્ત થવાના આરે આવીને ઉભા હોય છે.ત્યારે પ્રકૃતિની ગોદમાં વિહરતા પ્રાણી પક્ષીઓ વિશે લોકો જાણે, તેઓને પ્રેમ કરે તે હેતુથી પોતાની કલાને લોકો સમક્ષ લાવીને લવ ફોર એનિમલ હેતુથી એક્ઝિબિશન યોજાશે.કલાકાર વિનિશાએ ૨-૩ ઇંચના નાના-નાના પથ્થર પર સિંહ, વાઘ, શ્વાન, ઘુવડ, બાજ, બિલાડી સહિત કુદરતના અનેરા પ્રેમાળ સર્જન એવા જુદા જુદા ૩૦ જેટલા પ્રાણી-પક્ષીઓનું એક્ઝિબિશન યોજાશે.
આ એક્ઝિબિશન બાળકો, યુવાનો, વિધાર્થીઓ, ગૃહિણીઓ, પ્રાણીપ્રેમીઓ, કલાકારો સહિત તમામ નિહાળી શકશે. તમામ દર્શકોને લવ ફોર એનિમલનો સંદેશ પણ મળશે.