પોરબંદર

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં સૌરાષ્ટ્ર પ્રાંતનાં પ્રચાર પ્રમુખ (મિડીયા પ્રભારી) પંકજભાઇ અનિરૂદ્ધભાઇ રાવલને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્રારા આયોજીત 56માં વાર્ષિક પદવીદાન સમારંભમાં પત્રકારીતા ક્ષેત્રે સમગ્ર સૌરાષ્ટ્રમાં પત્રકારીતાનાં અભ્યાસમાં સર્વ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરવા બદલ ગુજરાત રાજ્યના રાજ્યપાલ કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજી,રાજયનાં શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણી અને રાજ્યકક્ષાનાં શિક્ષામંત્રી કુબેરભાઇ ડીંડોર, કુલપતિ ડો. નીતિનભાઈ પેથાણી, ઉપકુલપતિ ડો. વિજયભાઈ દેસાણી અને રજીસ્ટ્રાર નિલેશ સોનીની ઉપસ્થિતીમાં સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં શિશુકાલથી મુળ જુનાગઢમાં સ્વયંસેવક બનેલા પંકજભાઇ તેમનાં સ્નાતકોત્તર અભ્યાસ બાદ સતત પાંચ વર્ષ દક્ષીણ ગુજરાતમાં સંઘનાં પ્રચારક રહ્યા. તેઓ તૃતિય વર્ષ શિક્ષિત છે – બાદ મુંબઇ ખાતે દવા નિર્માણ અને નિર્યાતનાં વ્યવસાયમાં સતત 18 વર્ષ કાર્યરત રહ્યા બાદ ફરી પોતાની જન્મભુમી સૌરાષ્ટ્ર પરત આવ્યા અને રાજકોટને કેન્દ્ર બનાવી શરૂમાં સંઘનાં મહાવિદ્યાલય પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળ્યો.એમનાં સમયમાં રાજકોટ ખાતે વર્તમાન રાજયસભા સાંસદ અને ટીવી ડિબેટમાં ભાગ લેતા ચિંતક વિચારક રાકેશ સિંન્હા અખંડ ભારત સ્મૃતિદિનની ઉજવણી પ્રસંગે રાજકોટ પધાર્યા અને લગભગ 5000 વિદ્યાર્થીઓનાં વિશાળ જનસમુહને માર્ગદર્શન પુરુ પાડયુ. ઉપરાંત અનેક યશસ્વી કાર્યક્રમો થયા.
પંકજભાઇને ભારતીય વિચાર મંચનાં વાલી બનાવ્યા બાદ પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠ રાજકોટ ખાતે પધાર્યા અને એક વિશાળ જનસમુહને રાજકોટ અને જામનગર ખાતે સંબોધન કર્યું.
પંકજભાઇની કાર્યક્ષમતાને ધ્યાને લઇ ત્યારબાદ સંઘની દ્રષ્ટીએ નવા રચાયેલા સૌરાષ્ટ્ર પ્રાંતના મિડિયા સેલનાં પ્રભારી બનાવાયા. ત્યારે સંઘનાં પ્રચારકો પાસેથી પ્રેરણા લઇ અને તેમણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે શ્રી અમૃતલાલ દલપતરામ શેઠ પત્રકારિતા ભવનમાં આગળ અભ્યાસ અર્થે પ્રવેશ લીધો. સમગ્ર સમય દરમ્યાન સંઘની અનેક બેઠકો કાર્યક્રમો હોવા છતાં અભ્યાસ અને કલાસમાં નિયમિત હાજર રહ્યા અને પત્રકારીતાનાં પ્રત્યેક બિંદુઓનો તલસ્પર્શી અભ્યાસ કરવામાં ધ્યાન પોરવ્યું અને એમાં જરૂરી માર્ગદર્શન પ્રાધ્યાપકો પાસેથી મેળવતા રહ્યાં. આમ છેલ્લો અભ્યાસ છોડયાનાં 25 વર્ષ પછી પણ પોતાનાથી અડધી ઉંમરનાં વિદ્યાર્થીઓ સાથે એક પાટલી પર પત્રકારીતા શિખવા માટે કોઇ શરમ રાખ્યા વગર બેસી અને સતત અભ્યાસ કર્યો

લક્ષ્ય હતુ સંઘે સોંપેલી જવાબદારીનું સુપેરે નિર્વહન કરવા માટે પત્રકારીતાનાં જીણામાં જીણા પાસાનો તલસ્પર્શી અભ્યાસ સાથે સાથે કોરોના કાળમાં સંઘે આરંભેલા સેવા કાર્યોમાં પણ સ્વયંસેવકોની સતત સાથે રહી માર્ગદર્શન કરતાં કરતાં એમણે પરીક્ષા આપી. આ મહેનત રંગ લાવી અને પરીક્ષાનું પરીણામ ઘોષિત થયું અને પંકજભાઇ સમગ્ર સૌરાષ્ટ્રમાં પ્રથમ રહ્યાં.આ પહેલા પણ પીજીડીએમસીનાં અભ્યાસક્રમમાં ગયા વર્ષે તેમણે આ જ ક્ષેત્રમાં સુવર્ણચંદ્રક પ્રાપ્ત કરવાની સિદ્ધિ હાંસલ કરેલ. હાલ કર્ણાવતી ગુજરાત વિદ્યાપીઠ.પી. એચ.ડી. માં અભ્યાસ શરૂ કરેલ છે આ સિદ્ધિ બદલ અભિનંદનની વર્ષા થઈ રહી છે

પંકજભાઇને તેમની આ જવલંત સફળતા વિષે પુછતાં એનો સમગ્ર શ્રેય સંઘનાં અધીકારીઓનાં માર્ગદર્શનમાંથી મળેલી પ્રેરણા,ગુરુજનોનું માર્ગદર્શન અને પરીવારનાં સતત સહયોગ અને હુંફને આપતા જણાવ્યું કે તેમની આ સિદ્ધીમાં આ બધાનો અમુલ્ય ફાળો છે એના વગર આ સંભવ ના બન્યુ હોત.

આમ પોતાને સોંપાયેલી પ્રયેક જવાબદારીને રાષ્ટ્રકાર્ય સમજી એમાં પ્રામણીકતાપુર્વક,નિષ્ઠા,મહેનત અને ખંતથી કાર્ય કરી અને કાર્યમાં જાન રેડી દેવાની ઉજ્જવળ પરંપરા જે સંઘમાં વિદ્યમાન છે એનું સુપેરે નિર્વહન કરતા કરતા કોઇપણ ઉંમરે ભણવા બેસી અને જવલંત સિદ્ધી પ્રાપ્ત કરી શકાય છે અને ભણવાની કોઇ ઉંમર નથી હોતી એ પોતાનાં સ્વયંનાં ઉદાહરણથી સંઘનાં એક સ્વયંસેવક તરીકે પંકજભાઇએ સમાજ સન્મુખ સિદ્ધ કર્યુ છે.ત્યારે આ સિદ્ધી બદલ સમગ્ર પત્રકાર જગત તરફથી પંકજભાઇને અભિનંદન ની વર્ષા મોબાઈલ નંબર ૭૦૮૩૭૧૧૯૪૯ ઉપર થઈ રહી છે.

માહિતી :-
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ
તેજસ જે. થાનકી એડવોકેટ
(જિલ્લા પ્રચાર પ્રમુખ)
પોઈબંદર.