ફાઈલ તસ્વીર

પોરબંદર

રાણાવાવ માં મૈત્રી કરાર થી રહેતી સલાયા ની પરિણીતા ના ત્રણ વર્ષીય પુત્ર નું અપહરણ બાળક ના પિતા તથા મામા એ કર્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મૂળ ધોરાજી ના નદી બજાર વિસ્તાર માં રહેતી અને હાલ રાણાવાવ માં રહેતી રૂબીનાબેન મહમદભાઈ સરવદી(ઉવ ૨૬)નામની પરણીતા એ નોંધાવેલ પોલીસ ફરિયાદ તેના લગ્ન છ વર્ષ પહેલા સલાયા ખાતે રહેતા અક્રમ રજાક શેખ સાથે થયા હતા.અને લગ્નજીવન દરમ્યાન તેને એક પુત્રી કનીજ ફાતેમા (ઉવ ૫)અને પુત્ર આહીલ (ઉવ ૩)છે.લગ્નજીવન દરમ્યાન પતી દ્વારા અવારનવાર હેરાનગતી કરાતા તે દોઢેક વર્ષ પૂર્વે બન્ને બાળકો સાથે ધોરાજી ખાતે તેના માતાપિતા ને ત્યાં રીસામણે આવી ગઈ હતી.અને ધોરાજી કોર્ટ માં તેના પતી વિરુદ્ધ ભરણપોષણ નો કેસ પણ કર્યો છે.

અઢી માસ પહેલા તે બન્ને બાળકો સાથે રાણાવાવ ખાતે રહેતા તેના મામા ના ઘરે આંટો દેવા આવી હતી.તે સમયે તેની મુલાકાત રાણાવાવ માં રહેતા સરફરાજ કાસમ શમા સાથે થઇ હતી.અને તે પસંદ હોવાથી તથા પતી સાથે રહેવું ન હોવાથી તેણે સરફરાજ સાથે મૈત્રી કરાર કરી તેની સાથે બે માસ થી રહેતી હતી.જે અંગે તેના મોટાભાઈ એજાજ અહમદ ફકીર ને થતા તેણે આહીલને પોતે તથા બનેવી અક્રમ રજાક શેખ ઉપાડી જશે.તેવી રુબીનાબેન ને ધમકી આપી હતી.ગઈ કાલે રુબીનાબેન ને કામ હોવાથી તેના પુત્ર આહીલ ને પડોશ માં રહેતા તમન્નાબેન સાથે આંગણવાડી માં અભ્યાસ માટે મોકલ્યો હતો.પરંતુ રસ્તા માં જ એજાજ તેને મળ્યો હતો.અને આહીલ ને આંગણવાડી માં મૂકી આવશે તેવું જણાવતા તમન્નાબેને આહીલ નો કબજો તેને સોપી દીધો હતો.પરંતુ આહીલ આંગણવાડી ખાતે ન પહોંચતા રુબીનાબેને તપાસ હાથ ધરતા તેનો મોટો ભાઈ એજાજે આહીલ નું અપહરણ કર્યું હોવાનું સામે આવ્યું હતું.આથી તેની સામે તથા પતી અક્રમ ની આમા સંડોવણી હોવાનું જણાવી તેની સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.