પોરબંદર

રાણાવાવની જપર સીમશાળાની શિક્ષિકાની કૃતિ રાજ્યકક્ષાએ પસન્દગી પામી છે.અગાઉ 2019 માં પણ તેનું ઇનોવેશન રાજ્યકક્ષા એ પસન્દગી પામ્યું હતું.

રાણાવાવની જપર સીમશાળાની શિક્ષિકા લીલુબેન ભરતભાઈ ગોઢાણીયા દ્વારા બનાવેલ શિક્ષણ ઇનોવેશન રાજ્યકક્ષા એ પસન્દગી પામ્યું છે.શિક્ષણવિભાગની સૂચના હેઠળ આ વર્ષે જિલ્લા કક્ષાના ઇનોવેશન ફેસ્ટિવલનુ આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં 51 જેટલાં ઇનોવેશન રજુ થયા હતા.તેમાં 5 શિક્ષકોના ઇનોવેશન રાજ્યકક્ષા એ પસન્દગી પામ્યા હતા. તેમાં જપર સીમશાળાના શિક્ષિકા લીલુબેન ભરતભાઈ ગોઢાણીયા નુ ઇનોવેશન મિશનવિદ્યા ટીએલએમ દ્વારા શિક્ષણ દ્વારા બાળકો રસ અને રુચિ પૂર્વક વાંચન, લેખન અને ગણન શીખી શકે તેવા ટીએલએમ તેમજ રમકડાં તૈયાર કર્યા હતા.આ ઇનોવેશન રાજ્ય સ્તરે પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરે તે માટે શાળા પરિવારે શુભેચ્છા પાઠવી છે.ઉલ્લેખનીય છે કે લીલુબેને બનાવેલ ઇનોવેશન ૨૦૧૯ માં પણ રાજ્યકક્ષા એ પસંદગી પામ્યું હતું.