પોરબંદર

રાણાવાવ નજીકના બિલેશ્વર રોડ પર આવેલા સૌનાં આસ્થા સ્થાન કષ્ટ ભંજન હનુમાનજી મંદિરના મહંતશ્રી અને આશ્રમના સ્થાપક નિર્ભયદેવ બાપુએ જીવન માયાને છોડીને ભગવાન હનુમાનજીના શરણે થયા છે.

 

આ સમાચાર થી સેવકો અને ભાવુકજનોમા શોકનું મોજું ફરી વળ્યું છે.તેમના દર્શન માટે સેવકો અને ભાવુકજનોની લાંબી કતારો લાગી હતી.સવારના પાંચ વાગ્યાથી નાના મોટા વાહનોમાં તથા પગપાળા આવેલા લોકોની ભીડના કારણે રસ્તા પર ટ્રાફિક જામ થઈ ગયો હતો.નિર્ભયદેવ બાપુ એ કષ્ટ ભંજન હનુમાનજી મંદિરની સ્થાપના કરી હતી,આ મંદિરમાં ધર્મસ્થાન ને સેવા સ્થાન તરીકે અલગ ઓળખ ઊભી કરી હતી.અખંડ રામધૂન સતત ગુંજતી કરીને સાથે પ્રસાદનો’હરિહર પણ પણ અવિરત ચાલુ રહેતો.જરૂરિયાત મંદ પરિવાર ની દિકરી ના લગ્ન કરાવી આપવા, ગૌશાળા નું સંચાલન, પક્ષીઓ માટે ચણ, જુદી જુદી જગ્યાએ હનુમાનજી મહારાજ ના મંદિરને નવનિર્મિત કરવા ઉપરાંત અને નાના મોટા યજ્ઞ હવનના આયોજનમા અનેક સાધુ સંતોના આગમન સાથે કુટીર આશ્રમમાં ભક્તિમય વાતાવરણ બનાવ્યું છે.આ મંદિરમાં પ્રવેશ કરતાં જ સમગ્ર પરિસરની સ્વચ્છતા આંખે વળગે એવી કાયમ રહી હતી.આખરે નિર્ભય દેવ બાપુના અંતિમ દર્શનથી ભાવુકો અશ્રુધારા ના સ્ત્રોત સાથે હિબકે હૈયે હરિહરના નાદ કરતાં વિદાય આપી હતી.