પ્રતીકાત્મક તસ્વીર

પોરબંદર

રાણાવાવ કોર્ટના કમ્પાઉન્ડ માથી નશો કરેલી હાલતમાં બે જામીનદાર ઝડપાયા છે.

રાણાવાવ તાલુકાની પ્રિન્સીપાલ સિવીલ કોર્ટમાં સોમવારના રોજ કોર્ટની કામગીરી ચાલુ હતી.તે દરમ્યાન બે અજાણ્યા શખ્સ કોર્ટ પરીસરમાં કોર્ટ સ્ટાફ સાથે જીભાજોડી કરતા હતા.તેમજ પોતાની મનમાની કરી કોર્ટ સ્ટાફના કર્મચારીઓ સાથે ગેરવર્તણૂંક કરતા હતા.તે અંગેની જાણ કોર્ટના જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટ કલાસને કરવામાં આવતા કોર્ટ દ્વારા આ શંકાસ્પદ વ્યક્તિઓ અંગેની જાણ પોરબંદર પોલીસ કંટ્રોલ રૂમમાં કરવામા આવી હતી.જેથી વર્ધીના આધારે રાણાવાવ પોલીસ સ્ટેશનની પી.સી.આર વાનના પોલીસ કર્મચારીઓએ બન્ને શખ્સને કોર્ટ કમ્પાઉન્ડમાંથી નશો કરેલી હાલતમાં ઝડપી લીધા હતા.પોલીસે બન્ને ના નામ પૂછતા નાગા મેણંદ ઓડેદરા(ઉવ ૪૩)અને સવદાસ વેજાભાઈ રાતીયા (ઉવ.૩૭) હોવાનું જણાવ્યું હતું.તથા બન્ને ઓડદર ગામના રહેવાસી હોવાનું તથા કોર્ટમાં કોઈ કેસમાં આરોપીના જામીનદાર તરીકે આવ્યા હોવાનું જણાવ્યું હતું.જેમાં આરોપીના જામીનને હાજર રાખવા કોર્ટે હુકમ કર્યો હોવાથી બંને શખ્સો કોર્ટમાં આવ્યા હતા.રાણાવાવ પોલીસે આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.