પોરબંદર

પોરબંદર ના માધવપુર પંથક માં ચાલતી ગેરકાયદેસર ખાણો પર વહીવટીતંત્ર દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે.જેમાં ચાર ખાણો માંથી અડધા કરોડ નો મુદામાલ કબજે કરવામાં આવ્યો છે.

પોરબંદર જિલ્લામાં માધવપુરથી મિયાણી સુધીની દરિયાઈ પટ્ટી પર વરસો થી ગેરકાયદેસર ખનીજચોરી થઇ રહી છે. ત્યારે આ ગેરકાયદેસર ખનન અટકાવવા પોરબંદર ના પ્રાંત અધિકારી કે.વી. બાટી, ગ્રામ્ય મામલતદાર સંદીપસિંહ જાદવ સહિતની ટીમે માધવપુર પંથક માં દરોડા પાડ્યા હતા.જેમાં પુધર સીમ વિસ્તાર અને ચામુંડા સીમ વિસ્તાર માં સરકારી જમીન પર ગેરકાયદેસર ચાલી રહેલી ત્રણ ખાણ તથા ખાનગી જમીન પર મંજુરી વગર ચાલતી એક ખાણ ઝડપી લીધી હતી.અને ચારેય ખાણો માંથી ૧૬ ચકરડી, 1 ટ્રક,ટ્રેઇલર મળી અંદાજીત રૂ. ૫૦ લાખ નો મુદામાલ કબજે કર્યો છે.અને ખાણખનીજ વિભાગ ને જાણ કરતા ખાણ ખનીજ વિભાગ દ્વારા સર્વે હાથ ધરાયો છે.ત્યાર બાદ ખનીજચોરી ની રકમ સામે આવશે.ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા પણ વહીવટીતંત્ર દ્વારા રાતડી પંથક માં થી ચાર ગેરકાયદેસર ખાણો ઝડપી લઇ 1.25 કરોડ ની કીમત નો મુદામાલ કબજે કર્યો હતો.ત્યારે વધુ એક વખત ચાર ગેરકાયદેસર ખાણો ઝડપાતા ખાણખનીજ વિભાગ ની કામગીરી પર સવાલો ઉઠ્યા છે.