ફાઈલ તસ્વીર

પોરબંદર

માધવપુર ની ખાવડા સીમ માં રહેતા પ્રેમીપંખીડા એ પાતા ગામની સીમ માં જઈ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ છે.

માધવપુરની ખાવડા સીમમાં રહેતા અને ખેતી કરતા મેરામણ નાગાભાઈ માવદીયા (ઉવ ૫૦)નામના આધેડે માધવપુર પોલીસ મથકમાં જાહેર કરેલી વિગત મુજબ તેની પુત્રી રવિના (ઉ.વ. ૨૩) ને તેના પડોશમાં રહેતા ગાંગા ગીગાભાઈ મોકરીયા (ઉ.વ. ૨૫)નામના યુવાન સાથે પ્રેમસબંધ હતો.તેથી રવિનાને રવિવારે સગપણ માટે મહેમાન જોવા આવવાના હતા.આથી બંન્ને સાથે નહીં રહી શકે તેવું લાગી આવતા બંન્ને યુવક યુવતી તા. ૨૪ ના રાત્રે ૧૨ વાગ્યા પછી ગમે ત્યારે ઘરેથી કોઈને જાણ કર્યા વગર ચાલ્યા ગયા હતા.અને ત્યારબાદ પાતા ગામના પોદ સીમ વિસ્તારમાં બાવળના ઝાડની ડાળી સાથે દોરડું બાંધીને ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.પરિવારજનોને જાણ થતા તેઓ ત્યાં દોડી ગયા હતા અને અને બંન્નેના મૃતદેહનો કબ્જો લઇને પોસ્ટમોર્ટમ માટે હોસ્પીટલે લવાયો હતો.બનાવ ના પગલે માધવપુર પંથક માં અરેરાટી વ્યાપી ગઈ છે.