પ્રતીકાત્મક તસ્વીર

પોરબંદર

રાણાવાવ માં ચાર વર્ષ પહેલા સતત ચાર વર્ષ સુધી મહિલા નો પીછો કરી પજવણી કરનાર શખ્શ ને રાણાવાવ કોર્ટે એક વરસ ની સજા તથા પાંચ હજાર નો દંડ ફટકાર્યો છે

રાણાવાવ તાલુકામાં પ્રિન્સીપાલ સીવીલ કોર્ટમાંથી મળતી માહિતી મુજબ ગત બુધવાર તા.રર/૧૨/૨૦૨૧ ના રોજ મહિલાની પજવણી કરવાના કેસમાં રાણાવાવ કોર્ટમાં આરોપીને એક વર્ષની સાદી કેદ તથા રૂ.૫૦૦૦/- નો દંડ કરવાનો હુકમ કરવામાં આવેલ છે.

રાણાવાવ ની એક મહિલા નો તે જ ગામ માં રહેતા હરીશ ભીમજીભાઈ બલવા નામના શખ્સે સતત ચાર વર્ષના સમયગાળા સુધી સંપર્ક કરવા પ્રયત્ન કર્યો હતો.મહિલા એ તેને અનેક વખત પોતાનો પીછો ન કરવા સમજાવ્યો હતો.તેમ છતાં હરીશે તેની પજવણી કરવાનું અને પીછો કરવાનું ચાલુ રાખતા મહિલા એ ગત તા તા.૩૧/૦૩/૨૦૧૫ ના રોજ રાણાવાવ પોલીસ મથક માં હરીશ સામે ફરિયાદ કરી હતી.જેથી પોલીસે તેના વિરુદ્ધ આઈપીસી કલમ-૩૫૪(ડી) મુજબનો ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી.

ત્યારબાદ રાણાવાવ કોર્ટમાં આ કેસ ચાલી જતા કેસ પુરવાર થયો હોવાથી જજે હરીશ ને ૧ વર્ષની સાદી કેદની સજા તથા રૂ।.૫૦૦૦/- નો દંડ કરવાનો હુકમ કર્યો છે.ઉલ્લેખનીય છે કે ઘણી વખત પજવણી થતી હોય ત્યારે મહિલાઓ ફરીયાદ કરવાને બદલે સહન કરતી હોય છે,ત્યારે આ કેસમાં મહિલા એ કાયદાનો સહારો લઈ હિંમતપુર્વક ફરીયાદ દાખલ કરી હતી.જે ફરીયાદ થયા બાદ ન્યાયપાલીકા દ્વારા પણ આવા અસામાજીક તત્વો સામે લાલ આંખ કરી હોય તેમ સમાજમાં સખત સંદેશો પહોંચે તે રીતે મહિલાની ફરીયાદને સમર્થકારી ચુકાદો આપી આરોપીને સજા કરવામાં આવી છે. આ કેસમાં સરકારપક્ષે સરકારી વકીલ જે.એલ.ઓડેદરા રોકાયેલ હતા, જેની ધારદાર દલીલોના આધારે કોર્ટમાં કેસ સાબિત માનવામાં આવ્યો હતો અને આરોપીને સજા ફટકારવામાં આવી છે

જો આ પ્રકારે જ ન્યાયપાલીકા ધ્વારા મહિલાઓ વિરૂધ્ધના ગુનાઓમાં કડક પગલાઓ લેવામાં આવે તો મહિલાઓને હિંમત મળશે અને તેણીની પજવણી અને છેડતી કરતા અસામાજીક તત્વો ચેતતા રહેશે. જો આવા અસામાજીક તત્વોને ઈવ ટીઝીંગ અને સ્ટોકીંગ જેવા પ્રાથમીક તબકકે જ જો ડામી દેવામાં આવે તો નિર્ભયાકાંડ અને બદાઉકાંડ તેમજ એસીડ એટેક જેવા બનાવો બનતા અટકશે તેવું રાણાવાવ કોર્ટે હુકમમાં પણ નોંધેલ છે.આમ,અસામાજીક તત્વો સામે કડક પગલા લેવામાં આવેલ હોય તેવુ કડક વલણ કોર્ટ દ્વારા દાખવવામાં આવેલ છે.