પોરબંદર

પોરબંદરની એક ફિશિંગ બોટ સમુદ્રમાં માછીમારી કરતી હતી.તે દરમ્યાન બોટ ઉપર પગમાં રીંગ બાંધેલા બે કબૂતર મળી આવતા તેનો કબજો પોલીસ ને સોંપવામાં આવ્યો હતો.જે અંગે એફએસએલ ટિમ અને વેટરનરી તબીબો એ તેની ચકાસણી કરતા કશું વાધાજનક મળી આવ્યું ન હતું.અને બને કબૂતર રેસિંગ ના જ હોવાનું સામે આવ્યું હતું.

પોરબંદરની ફીશીંગ બોટ અરબી સમુદ્રમાં માછીમારી કરી રહી હતી.તે દરમ્યાન તા ૫ ડિસેમ્બર ના રોજ એ બોટ ઉપર બે કબૂતરો આવી ને બેસી ગયા હતા.જેના પગમાં લોખંડ ની રીંગ બાંધેલી હોવાનું અને શરીર પર લોગો સહીત ના નિશાન જણાતાં બોટના ખલાસીઓ ને શંકાસ્પદ જણાતા બોટ માલિક ને જાણ કરી હતી.બોટ માલિકે તુરંત કબૂતર ને લઈ ને પોરબંદર આવવાનું જણાવતા બોટ શુક્રવારે સવારે પોરબંદર આવી પહોચી હતી.બંને કબૂતરો નો કબજો એસઓજી ને સોંપતા એસઓજી પીઆઈ કે આઇ જાડેજા તથા પીએસઆઇ એચસી ગોહિલે વધુ તપાસ હાથ ધરી હતી.

જેમાં બંને કબુતરના પગમાંથી રિંગ મળી આવી હતી.તથા તેની પાંખો ઉપર વિદેશી ભાષામાં કશુક લખાણ લખેલું હતું.આથી પોલીસે આ અંગે એફએસએલ ની ટીમને જાણ કરતા એફએસએલ ની ટીમ અને વેટરનરી ડોક્ટર દ્વારા તપાસ કરવામાં આવી હતી.જેમાં તેના પગમાં રહેલી રીગ કાઢવામાં આવતા તેમાંથી કોઈ માઈક્રોચિપ્સ કે ઇલેક્ટ્રોનિક ડીવાઈસ મળી આવ્યા ન હતા.પણ બર્ડ રેસીંગ માટેના નંબરો તેમાં લખ્યા હતા.એસઓજી પીએસઆઇ એચ સી ગોહિલે જણાવ્યું હતું કે આ બંને કબુતર ગલ્ફ ના દેશોના હોવાનું જાણવા મળ્યું છે.અને ગલ્ફ ના કન્ટ્રીમાં આ પ્રકારે કબુતર જેવા પક્ષીઓના પગમાં ચિપ્સ લગાડીને પક્ષીઓની રેસ યોજવામાં આવે છે.તેથી આ બંને કબુતર પણ આ પ્રકારની હરીફાઈ માં જોડાયા હોય અને ખરાબ વાતાવરણને કારણે અહીં સુધી પહોચી ગયાની શક્યતા જણાય રહી છે.

આરબના દેશોમાં રેસિંગ કબૂતરોની ઓળખ માટે તેમના માલિકો આવી ચિપ્સ લગાડીને પાંખ ઉપર ઓળખ માટેના નામ લખે છે.કબુતરના પગમાં રહેલી ફાઈબરની રીંગનું કટીંગ કરતા તેમાં માત્ર નંબર લખેલા હતા.તેથી રેસીગ માટેના પક્ષીઓને આવી રીંગ પહેરાવવામાં આવે છે.તેવું બહાર આવતા સુરક્ષા એજન્સીઓ એ રાહત નો શ્વાસ લીધો છે.અને બંને કબૂતરો ને પક્ષી અભિયારણ્ય ખાતે સોપી દેવામાં આવ્યા છે.