પોરબંદર

કોસ્ટગાર્ડ દ્વારા ભારતીય જળસીમા માં ઘુસી આવેલ બે પાકિસ્તાની બોટ અને ૧૮ ખલાસીઓ ને ઝડપી લઇ ઓખા ખાતે લઇ જવાયા છે.બન્ને બોટો માંથી સમુદ્રી છીપલાં મળી આવ્યા છે.સુરક્ષા એજન્સીઓ એ ખલાસીઓ ની વધુ પુછપરછ હાથ ધરી છે.

ભારતીય તટરક્ષક દળ નું ફાસ્ટ પેટ્રોલિંગ વેસલ અરિંજય અરબી સમુદ્રમાં પેટ્રોલિંગ કરી રહ્યું હતું.તે દરમ્યાન ગઈ કાલે બે પાકિસ્તાની માછીમારી હોડીઓ ભારતીય જળસીમામાં ફરી રહી હોવાનું તેના ધ્યાનમાં આવ્યું હતું.આ હોડીઓને ચેતવણી આપતા તેણે પાકિસ્તાન તરફ નાસવાનું શરૂ કરી દીધું હતું.કોસ્ટગાર્ડ જહાજે બને હોડીઓને આંતરી અને ભારતીય જળસીમામાં તેમને રોકી દીધી હતી.વધુ તપાસમાં જાણવા મળ્યું હતું કે,અલ-નૂર-ઉલ-સુબહ અને અલ-અબ્દુલ-સાલમ નામની બંને હોડીમાં ચાલકદળના કુલ 18 સભ્યો હતા.અને બંને હોડી કરાચીની છે.

કોસ્ટગાર્ડ ની ટીમે હોડીઓની તપાસ કરતા તેમાં 60 કિલો સમુદ્રી છીપલાં પણ મળી આવ્યા હતા.આ વિસ્તારમાં હોડીઓ શા માટે આવી હતી.તે અંગે બંને હોડીના ચાલકદળના સભ્યો યોગ્ય જવાબ આપી શક્યા નહોતા.તેથી તેની વધુ પૂછપરછ ઓખા હાર્બર ખાતે કરવામાં આવી રહી છે.ઉલ્લેખનીય છે કે ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં પાકિસ્તાની માછીમારો દ્વારા વારંવાર જળ માર્ગે ઘૂસણખોરી કરવામાં આવે છે.જેના પર નજર રાખવા નેવી,કોસ્ટગાર્ડ સહિતની સુરક્ષા એજન્સીઓ સતત સતર્ક રહેતી હોય છે.ત્યારે તાજેતર માં સૌરાષ્ટ્ર ના અલગ અલગ શહેરો માં ઝડપાયેલા કરોડો ની કીમત ના ડ્રગ્સ નું પગેરું પણ પાકિસ્તાન માં નીકળતા સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક બની છે.