પોરબંદર

અમદાવાદ જિલ્લાના બગોદરા પાસે બુધવારે સવારના સમયે એક ખૂબ જ ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે.ગઈકાલે બગોદરા-તારાપુર ચોકડીથી એકાદ કિમી દૂર વટામણ ચોકડી બાજુ એક તુફાન ગાડી રોડ પર ઉભેલા ટ્રકમાં ઘૂસી જતા અકસ્માત થયો હતો.તુફાન ગાડીમાં રાજકોટની વિવિધ શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો સવાર હતા. તેઓ સૌ 26 ડિસેમ્બર, 2021ના રોજ વાપી ખાતે  જુડોની રમતમાં સામેલ થવા માટે ગયા હતા.

આ અકસ્માતમાં 3 લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે.જ્યારે અન્ય 11 લોકોને ઈજાઓ પહોંચી છે.ઘાયલોને 108ની મદદથી તાત્કાલિક સારવાર માટે અમદાવાદ અસારવા સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે વાપી ખાતે તા.26 થી તા.28 દ૨મિયાન ૨ાજયકક્ષાની અંડ૨-19 જુડો સ્પર્ધાનું આયોજન ક૨વામાં આવેલ હતું.આ ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે ૨ાજકોટની ધોળકીયા,જસાણી, એસએનકે, ન્યુએ૨ા અને સ૨દા૨ પટેલ સ્કૂલના 8 વિદ્યાર્થીઓ તથા 2 કોચ અને 2 શિક્ષકો મળી કુલ 14 લોકો ૨ાજકોટથી ગત તા.26 ના નીકળ્યા હતા અને ગઈકાલે ટુર્નામેન્ટ પૂર્ણ થયા બાદ વાપી થી ૨ાજકોટ આવવા નીકળ્યા હતા.ત્યા૨ે ગઈકાલે વહેલી સવા૨ે 6.30 કલાક આસપાસ તુફાન કા૨ એક બંધ ટ્રક પાછળ ઘુસી જતા આ ગંભી૨ અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં ૨ાજકોટની જસાણી સ્કૂલનો ધો.12નો વિદ્યાર્થી હર્ષ ભાર્ગવભાઈ પઢિયા૨ તેમજ ધોળકીયા સ્કૂલની હોસ્ટેલમાં ૨હેતી મૂળ પો૨બંદ૨ની ધો.11ની વિદ્યાર્થીની બોખી૨ીયા ઈશિતા ભ૨તભાઈ તેમજ ૨ાજકોટના માલવીયા કોલેજ પાછળના લોધેશ્વ૨ વિસ્તા૨ના વિશાલ મૂકેશભાઈ જ૨ીયા, ઉવ.25 ના મોત નીપજયા હતા.જે ત્રણ લોકોનાં મોત નિપજ્યાં છે અને મૃતકના પરિવારજનોને રાજ્ય સરકારે ચાર-ચાર લાખની સહાયની જાહેરાત કરી છે.

બગોદરા નજીક અકસ્માતે મૃત્યુ પામનાર આશાસ્પદ વિદ્યાર્થીની પોરબંદર ની
બગોદરા નજીક અકસ્માતે ત્રણ વિદ્યાર્થી ના મોત થયા છે.જેમાં ઈશિતા ભરતભાઈ બોખીરીયા નામની પોરબંદર ની આશાસ્પદ વિદ્યાર્થીની નો પણ સમાવેશ થાય છે.ઈશિતા પોરબંદર ખાતે રમતગમત માં અવ્વલ હોવાથી રાજ્ય સરકાર ની ડીએલએસએસ સ્કીમ હેઠળ રાજકોટ ની ધોળકિયા સ્કુલ માં એડમીશન મળ્યું હતું.અને તે ધો ૧૧ માં અભ્યાસ કરી રહી હતી.અને વાપી ખાતે તા ૨૬-૨૭ ના રોજ આયોજિત રાજ્યકક્ષા ની શાળાકીય અન્ડર -૧૯ જુડો સ્પર્ધા માં તેણે સિલ્વર મેડલ મેળવ્યો હતો.અને તેનું સપનું ભારત વતી ઓલમ્પિક માં રમી દેશ નું નામ રોશન કરવાનું હતું.પરંતુ વાપી ખાતે મળેલા વિજય નો યશ લઇ રાજકોટ પરત ફરે તે પહેલા જ તેને કાળ આંબી જતા તેના વતન પોરબંદર માં પણ શોક નું મોજું ફરી વળ્યું છે.મોડી રાત્રે તેનો મૃતદેહ પોરબંદર ખાતે લાવવામાં આવતા શહેરભર માં ગમગીની નો માહોલ જોવા મળતો હતો.