બગવદર

બગવદર પોલીસે દરિયાઈ રેતી રોયલ્ટી ભર્યા વગર ના બે ટ્રક ઝડપી પાડયા છે.જે કામ પોરબંદર ખાણ ખનીજ વિભાગ નું છે.તે કામ પોલીસ કરી રહી છે.પોરબંદર ખાણ ખનીજ ખાતુ પણ નિષ્ક્રિય હોય એવું લાગી રહ્યું છે. મીયાણી થી માધવપુર સુધી બિલ્ડીંગ સ્ટોન અને દરિયાઈ રેતીની મોટા પ્રમાણમાં હેરાફેરી થઈ રહી છે.ત્યારે ખાણ ખનીજ ખાતાના બદલે પોલીસ પેટ્રોલિંગ દરમિયાન દરિયાની રેતી પકડવામાં આવે છે.

ગઈ તારીખ 18 ના રોજ બગવદર પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ હરદેવસિંહ ગોહિલ રાત્રિના બગવદર-મોઢવાડા રોડ ઉપર પેટ્રોલિંગ કરી રહેલા તે દરમિયાન મોઢવાડા ગામ પાસે થી એક ટ્રક G J 10 U 8338 પસાર થતાં તેને રોકાવી તલાશી લેતા ડ્રાઇવર અરજન ફોગા કેશવાલા રે.રાતડી વાળા પાસે દરિયાઈ રેતી રોયલ્ટી ભર્યા વગર 12 ટન રેતી ગે.કા. મળી આવતા ટ્રક ડીટેન કરી ખાણ ખનીજ વિભાગને જાણ કરવામાં આવેલ છે. જ્યારે ગઈકાલે બગવદર પોલીસ ના પીએસઆઇ હરદેવસિંહ ગોહિલ બપોરના ૧ વાગ્યા દરમ્યાન પોરબંદર મોઢવાડા રોડ ઉપર પેટ્રોલિંગ કરી રહેલા તે દરમિયાન દરિયાઈ રેતી ભરેલ ટ્રક નં.GJ 25 U 5012 ડ્રાઇવર જગાભાઈ મેપાભાઇ કોડીયાતર રે. બોરીચાવાળા પાસે પણ દરિયાઈ રેતીની રોયલ્ટી ભરેલ ના હોય અને 20 ટન દરિયાઈ રેતી ભરેલી હોય જેથી બગવદર પોલીસે ટ્રક ડીટેન કરી ખાણ ખનીજ વિભાગ ને જાણ કરેલ છે.
રિપોર્ટર ધીરુભાઈ નિમાવત