પોરબંદર

પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલ ખાતે આંખના નિષ્ણાંત તબીબ રજા પર હોવાથી દર્દીઓ ને મુશ્કેલી પડી રહી છે જેથી તબીબની વ્યવસ્થા કરવા માંગ ઉઠી છે.

પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલમાં ફરજ બજાવતા આંખના નિષ્ણાંત મહિલા તબીબ હાલ લાંબી રજા પર છે.અને અવાર નવાર રજા પર ઉતરી જતા હોય છે.પરંતુ આ તબીબની જગ્યા એ અન્ય આંખના નિષ્ણાંત તબીબની વ્યવસ્થા કરવી જોઈએ.પરંતુ સિવિલ સર્જન દ્વારા કોઈ વ્યવસ્થા કરવામાં ન આવતા અનેક દર્દીઓને પરત ફરવું પડે છે અને અન્ય ખાનગી હોસ્પિટલ ખાતે જવું પડે છે. સરકારી હોસ્પિટલ ખાતે આંખના વિભાગ મા સાધનો સાહિતની સુવિધા છે પરંતુ સિવિલ સર્જન દ્વારા આંખના અન્ય તબીબની વ્યવસ્થા કરવામાં ન આવતા દર્દીઓને મુશ્કેલી વેઠવી પડે છે. જેથી આંખના તબીબની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.