પોરબંદર

પોરબંદર સમસ્ત સિપાઈ જમાતની ચુંટણીમાં ફેઝલખાન પઠાણનો વિજય થયો છે.પોરબંદર ખાતે બંદર રોડ,જુની દિવાદાંડી પાસે આવેલ પોરબંદર સમસ્ત સિપાઈ જમાતના પ્રમુખ તેમજ મેનેજીંગ બોર્ડના સભ્યોની લોકશાહી ઢબે ચુંટણી યોજાઈ હતી.જેમાં સવારે ૮ વાગ્યાથી મતદાન પ્રક્રીયા શરૂ થઈ હતી અને મોટી સંખ્યામાં મતદારોનો ઘસારો જોવા મળ્યો હતો.આ ચુંટણી દરમીયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પહેલાથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવેલ હતું.મતદાન મથક પર કોઈ વ્યકિત મતદાનની પ્રક્રીયાને ડહોળવાનો પ્રયાસ ન કરે તે માટે સમગ્ર મતદાન મથક માં સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવ્યા હતા.

સાંજ પડતા મતદાનનો સમય પૂર્ણ થયા બાદ થોડા સમય પછી પારદર્શકતાથી મતદાન મથકની અંદર જ મતગણતરી ચાલી રહી હતી.અંતમાં જયારે ચુંટણીના પરિણામની સતાવાર જાહેરાત થઈ હતી.અને ફૈઝલખાન હાજીબશીરખાન પઠાણ જીતી ગયા છે તેવી જાહેરાત કરવામાં આવી હતી.આ ચુંટણીમાં ટોટલ ૯૮૬ મતદારો હતા.જેમાં ૬૯૩ મતદારોએ મતદાન કર્યુ હતું.૯ મતો ટેકનીકલ કારણોસર રદ થયા હતા.જેમાંથી ફારૂકખાન હાજીહુસૈનખાન શેરવાનીને ૩૨૯ મત મળ્યા હતા.જયારે વિજેતા પ્રમુખ ફૈઝલખાન પઠાણને ૩૫૫ મત મળ્યા હતા.અને ફૈઝલખાન પઠાણે ૨૬ મતે જીત હાંસીલ કરી હતી.

પોરબંદર સમસ્ત સિપાઈ જમાતની આ ચુંટણીમાં સમાજના ટ્રસ્ટ બોર્ડની આગેવાનીમાં યોજાઈ હતી જેમાં સલીમ ઉમર રાઠોડ,હાજી આસીક મહમદ ચૌહાણ,હાજી લીયાકતલખાન હાજીહુસેનખાનશેરવાની,મુસ્તાક હાજી રહેમાન મલેક, ઈમરાનખાન કાસમખાન પઠાણની આગેવાનીમાં યોજાઈ હતી.પોરબંદર સમસ્ત સિપાઈ જમાતની આ ચુંટણી પ્રક્રિયામાં પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક રવિ મોહન સૈનિની સુચના મુજબ કીર્તિમંદિર પોલીસ મથકના પી.આઈ. વી.પી. પરમાર સહિત સ્ટાફે સવારે ૮:૦૦ વાગ્યાથી સરાહનીય બંદોબસ્ત ગોઠવીને ફ૨જ બજાવી હતી.જે બદલ પોરબંદર સમસ્ત સિપાઈજમાતના ટ્રસ્ટબોર્ડ દ્વારા આભાર વ્યકત કર્યો છે.