પોરબંદર

પોરબંદર શહેરના આંતરિક વિસ્તારોમાં સીસીટીવી મુકવા સામાજિક કાર્યકરે પાલિકાને રજુઆત કરી છે.

પોરબંદરના સામાજિક કાર્યકર સલીમભાઈ સુર્યા એ પાલિકા ને રજૂઆત કરી જણાવ્યું છે.કે તાજેતર માં શહેરમાં અસામાજિક તત્વોએ ગાય પર એસિડ ફેંકયાનો બનાવ બન્યો છે.કેટલાક આવારા તત્વો નિર્દોષ લોકોને અને પશુઓને નુકશાન કરે છે.કેટલાક સંવેદનશીલ વિસ્તારોમાં દારૂ,ગાંજા સહિતના દુષણો ફુલ્યાફાલ્યા છે.ત્યારે પાલિકા દ્વારા આંતરિક વિસ્તારોમાં સીસીટીવી કેમેરા મુકવામાં આવે તો ગુન્હાહિત કૃત્યો થતા અટકી શકે છે.જેમ પોલીસ દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર સીસીટીવી કેમેરા મુકવાથી સીસીટીવી ફુટેજના આધારે અનેક ગુન્હાઓના ભેદ ઉકેલી શકાયા છે.ત્યારે પાલિકા દ્વારા ખાસ ગ્રાન્ટ ફાળવી અથવા અન્ય ગ્રાન્ટ માંથી સંવેદનશીલ વિસ્તારો સહિત વિસ્તારોમાં સીસીટીવી કેમેરા ફિટ કરવામાં આવે તો અનેક ગુન્હાઓ થતા અટકી શકે તેમ છે.ઉપરાંત પાલિકા ની કચરાપેટી,વાહનો વગેરે ને પણ નુકશાન કરવાના બનાવો બન્યા છે.જેથી આંતરિક વિસ્તારોમાં સીસીટીવી કેમેરા મુકવા રજૂઆત માં જણાવ્યું છે.