પોરબંદર

પોરબંદર શહેરમાં માલિકીના અને રસ્તે રઝળતા પશુઓમાં લમ્પી વાયરસનું પ્રમાણ વધી રહ્યું હોય તેમ નવા 5 કેસ નોંધાયા છે.જયારે વધુ બે ગૌધન નું મોત થયું છે.હાલ ૫૦ પશુઓને આઇસોલેટ કરવામાં આવ્યા છે.જયારે કુલ નવના મોત થયા છે.સામાજિક સંસ્થા દ્વારા અલગ અલગ વિસ્તારોમાં જઇને ૧૦૦૦ થી વધુ પશુઓને વેકસીન આપવામાં આવી છે.

પોરબંદરના પશુઓ માં લમ્પી વાયરસ નું સંક્રમણ વધી રહ્યું હોય તેમ નવા 5 કેસ નોંધાયા છે.જયારે બે પશુ નું મોત થયું છે.ઉદય કારાવદરા ચેરીટેબલ એન્ડ વેલ્ફેર ટ્રસ્ટના પ્રમુખ ડો. નેહલબેન કારાવદરાએ જણાવ્યું છે કે જીઆઇડીસી ખાતે બનાવવામાં આવેલ આઈસોલેસન વિભાગ માં ૫૦ પશુઓ ને આઈસોલેટેડ કરાયા છે.જ્યાં દાતાઓ ના સહયોગ થી પશુઓ ને ઘાસચારો અને દવાઓ નિયમિત આપવામાં આવે છે.ઉપરાંત પશુપાલન વિભાગ ના તબીબો પણ સતત દેખરેખ રાખી રહ્યા છે.વધુ બે પશુ નું મોત થતા કુલ મૃત્યુ ની સંખ્યા 9 થઇ છે.પશુપાલન વિભાગ ના તબીબોના માર્ગદર્શન હેઠળ ગત તા. ૧૧-૬- થી ટ્રસ્ટ,ગૌસેવકો તેમજ નિષ્ણાત તબીબો દ્વારા ગૌવંશને વેકસીનના ડોઝ આપવાની કામગીરી શરૂ કરી કરાઈ હતી.જેમાં અત્યાર સુધીમાં કુલ ૧૦૦૦ જેટલા ગૌવંશને આ ડોઝ આપી દેવામાં આવ્યો છે.પશુપાલન વિભાગ ના તબીબ ડો મન્સૂરી ના હસ્તે ૧૦૦૦ મો ડોઝ અપાયો હતો.